gu_ta/checking/spelling/01.md

4.0 KiB

વાચક ક્રમમાં અનુવાદ સરળતાથી વાંચી અને સમજી શકે તે માટે, મહત્વનું છે કે તમે જોડણી શબ્દોનો સતત ઉપયોગ કરો. લક્ષ્ય ભાષામાં લેખન અને જોડણીની પરંપરા ન હોય તો આ મુશ્કેલ બને છે. અલગ ભાગોમાં અલગ લોકો કાર્ય કરતાં હોય તો પણ આ મુશ્કેલ બને છે. તે કારણથી, અનુવાદ શરુ કરતાં પહેલા અનુવાદ કરનાર જૂથે ભેગા મળીને વાત કરી યોજના બનાવવી જોઈએ કે તેઓ જોડણી શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરશે.

જૂથ તરીકે જે શબ્દોની જોડણી મુશ્કેલ છે તેના ઉપર ચર્ચા કરો. જો શબ્દોમાં અવાજ રહેલો છે જે તેઓને વર્ણવવો મુશ્કેલ થઈ જાય છે તો, તમારે તમે જે લખાણની પદ્ધતિનો ઉપયોગ કરો છો તેમાં બદલાણ કરવાની જરૂર છે (જુઓ મૂળાક્ષર/શુદ્ધ જોડણી). જો શબ્દોમાંના અવાજને અલગ રીતે દર્શાવી શકાતા હોય તો, જૂથે સહમત થવું જોઈએ કે કેવી રીતે તેની જોડણી લખવી. મૂળાક્ષરના ક્રમ પ્રમાણે આ શબ્દોના સંમતિ મુજબની જોડણીની સૂચી બનાવો. ધ્યાન રાખો કે સૂચીની નકલ, અનુવાદ કરતાં સમયે જોવા માટે દરેક સભ્યની પાસે હોય. જો કોઈ વધુ મુશ્કેલ શબ્દ તમારી સામે આવે તો તેને આ સૂચીમાં ઉમેરતા જાઓ, પરંતુ દરેકની પાસે નવી સૂચી હોય તેની ખાતરી કરી લેવી. એક સૂચી કોમ્યુટર પર બનાવવી વધુ સહાયકારી હોઈ શકે છે,

બાઈબલમાંના વ્યક્તિઓનાં નામો અને સ્થળોના નામોની જોડણી મુશ્કેલ હોય શકે છે કેમ કે લક્ષ્ય ભાષામાટે તે અજાણ હોય છે. તમારી સૂચીમાં તેનો ઉમેરો કરવાની ખાતરી કરી લો.

જોડણી તપાસવા માટે કોમ્યુટર ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. જો તમે ગેટવે ભાષાઓ પર કાર્ય કરો છો તો, શબ્દ ગ્રંથ પાસે શબ્દકોષ ઉપલબ્ધ હોઈ શકે છે. જો તમે અન્ય ભાષામાં અનુવાદ કરતાં હોવ તો, તમે શોધો અને બદલો વાળા વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. પારાટેક્ષ્ટ પાસે પણ જોડણી સુધારવાનો વિકલ્પ છે કે જે તે શબ્દોની જોડણી શોધી શકે છે. તે તમારી સમક્ષ રજુ કરાશે અને તમેં જે જોડણીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે તે પસંદ કરી શકે છે.