gu_ta/translate/translate-alphabet/01.md

9.6 KiB

###મૂળાક્ષર તૈયાર કરવા

જો તમારી ભાષાને અગાઉ લખવામાં આવી ન હોય તો, પછી તમારે તેના મૂળાક્ષર તૈયાર કરવાની જરૂર છે જેથી તમે તેને લખી શકો. જ્યારે મૂળાક્ષરો તૈયાર કરવાના હોય ત્યારે ઘણી બાબતો વિચારવાની હોય છે, અને તેઓ સારા તૈયાર થાય તે ઘણું અઘરું હોઈ શકે છે. જો આમ કરવું તે વધુ અઘરું લાગે તો, તમે લેખિત અનુવાદના સ્થાને સાંભળી શકાય તેવો અનુવાદ તૈયાર કરી શકો છો.

સારા મૂળાક્ષર માટેનો ધ્યેય એ છે કે એક અક્ષર તમારી ભાષાના દરેક અવાજને રજૂ કરતો હોવો જોઈએ.

જો પાડોશી ભાષામાં પહેલેથી જ મૂળાક્ષરો હોય, અને જો તે ભાષા તમારી ભાષા જેવી જ લાગતી હોય તો, તે મૂળાક્ષરો ઉછીના લેવા તે સારું હશે. જો તેમ ન થાય તો, બીજી સારી બાબત એ હશે કે તમે રાષ્ટ્રીય ભાષામાંથી મૂળાક્ષરો લો જેને તમે શાળામાં શીખ્યા છો. જો કે, સંભવ છે કે તમારી ભાષામાં એવો ધ્વનિ હોય કે રાષ્ટ્રીય ભાષામાં નથી, અને તેથી તમારી ભાષાના તમામ અવાજોનું પ્રતિનિધિત્વ કરવા માટે આ મૂળાક્ષરોનો ઉપયોગ કરવો મુશ્કેલ બનશે. આ કિસ્સામાં, તમારી ભાષાના દરેક ધ્વનિ વિષે વિચાર કરવો તે સારું છે. રાષ્ટ્રીય ભાષાના મૂળાક્ષરોને ઉપરથી નીચે સુધી એક કાગળમાં લખો. પછી તમારી ભાષાના દરેક અક્ષરને તે મૂળાક્ષર સાથે સમાન ધ્વનિ ઉત્પન્ન થતો હોય તેની સામે લખો. જે દરેક અક્ષર સાથે જે ધ્વનિ મળતો આવતો હોય તેની નીચે લીટી દોરો.

રાષ્ટ્રીય ભાષામાં એવા અક્ષરો હશે જેનો તમારી ભાષામાં ઉપયોગ થતો નહીં હોય. તે બરાબર છે. હવે આ શબ્દોના ધ્વનિ વિશે વિચારો કે જેણે લખવું તમારે માટે અઘરું છે, અથવા તમને તે માટે અક્ષર મળ્યો નથી. જેના માટે તમને અક્ષર મળ્યો છે તેનો ધ્વનિ જે એકસમાન જ હોય, તો પછી તમે અન્ય ધ્વનિનું પ્રતિનિધિત્વ કરવા માટે તે અક્ષરને પરિવર્તિત કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે ધ્વનિ "s" દ્વારા પ્રસ્તુત છે, અને સમાન ધ્વનિ છે કે તેમાં કોઈ અક્ષર નથી, તો તમે સમાન અવાજ માટે અક્ષરની ઉપર ચિન્હ કરી શકો છો, જેમ કે 'અથવા ^ અથવા ~ . જો તમને લાગે કે ત્યાં ધ્વનિનો સમૂહ છે જેને લાગે છે કે તમામને રાષ્ટ્રીય ભાષાના અવાજોમાંથી એક જ પ્રકારનો તફાવત છે, તો તે જ રીતે અક્ષરોના જૂથને સુધારવા માટે સારું છે.

એકવાર તમે આ કવાયત પૂર્ણ નહીં કરો ત્યાં સુધી તમારી ભાષામાં વધુ ધ્વનિનો વિચાર કરી શકશો નહીં, એક વાર્તા લખવાનું અથવા તાજેતરમાં કંઈક બન્યું હોય તે લખી લો. જ્યારે તમે લખો ત્યારે, તમે એવા સંભવિત ધ્વનિને સાંભળશો જેનો તમે અગાઉ વિચાર કર્યો નહીં હોય. અક્ષરોને પરિવર્તિત કરવાનું ચાલુ રાખો જેથી તમે આ ધ્વનિને લખી શકો. તમે અગાઉ જે યાદી તૈયાર કરી છે તેમાં આ ધ્વનિનો ઉમેરો કરો.

તમારી યાદી લઈને તમારી ભાષા બોલતા તેમજ રાષ્ટ્રીય ભાષા બોલતા લોકો પાસે જાઓ અને જુઓ કે તેઓ આ બાબત સંબંધી શું વિચારે છે. કદાચ તેઓ અક્ષરોને પરિવર્તિત કરવા માટે બીજા કોઈ સૂચનો આપે જે વધુ સહેલા અથવા વાંચવામાં વધુ સરળ હોય. તમે જે વાર્તા લખી છે તે પણ આ બીજા લોકોને બતાવો અને તમારી યાદીમાંના શબ્દો અને અક્ષરોના ધ્વનિ મુજબ તેમને તે વાંચવાનું શીખવો. જો તેઓ વાંચવાનું સહેલાઇથી શીખી શકે તો, તમારા મૂળાક્ષર સારા છે. જો તે મુશ્કેલ છે, તો ત્યાં મૂળાક્ષરોના એવા ભાગો હોઈ શકે છે કે જે હજુ પણ સરળ કરવા માટે કાર્ય કરવાની જરૂર છે, અથવા ત્યાં અલગ અલગ ધ્વનિ હોઈ શકે છે જે સમાન અક્ષર દ્વારા રજૂ કરવામાં આવી રહ્યાં છે, અથવા કેટલાક ધ્વનિ હોઈ શકે છે જેને માટે હજુ તમારે અક્ષરો શોધવાના છે .

તમારી ભાષા બોલનારા બીજા લોકો કે જેઓ રાષ્ટ્રીય ભાષાના સારા વાચક છે તેઓની સાથે મળીને આ મૂળાક્ષર માટે કામ ચાલુ રાખવું તે સારું છે. તમે વિવિધ ધ્વનિની તેઓની સાથે ચર્ચા કરી શકો છો અને સાથે મળીને તેને રજૂ કરવાનો ઉત્તમ માર્ગ નક્કી કરી શકો છો.

જો રાષ્ટ્રીય ભાષા રોમન મૂળાક્ષર સિવાય કોઈ બીજી લેખન પદ્ધતિનો ઉપયોગ કરે છે, તો પછી તેના વિવિધ ચિન્હ વિશે વિચારો કે જેને તમે પ્રતીકોને સુધારવા માટે ઉપયોગમાં લઈ શકો જેથી તેઓ તમારી ભાષાના ધ્વનિનું પ્રતિનિધિત્વ કરી શકે. તે શ્રેષ્ઠ છે જો તમે પ્રતીકોને એવી રીતે ચિહ્નિત કરી શકો છો કે જે કમ્પ્યુટર પર પુનઃઉત્પાદિત થઈ શકે. (તમે વર્ડ પ્રોસેસરમાં અથવા અનુવાદ કિબોર્ડમાં કીબોર્ડ સાથે લેખિત સિસ્ટમો સાથે પ્રયોગ કરી શકો છો. http://ufw.io/tk/) જો તમારે કીબોર્ડ બનાવવાની મદદની જરૂર હોય, તો help@door43.org પર ઇમેઇલ વિનંતિ મોકલો જ્યારે તમે પ્રતીકોનો ઉપયોગ કરો છો જે કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરી શકાય છે, તો તમારા અનુવાદને સંગ્રહિત, નકલ કરી અને ઇલેક્ટ્રોનિક રૂપે વિતરિત કરી શકાય છે, અને પછી લોકો તેને કોઈ પણ કીમત ચૂકવ્યા વગર મેળવી શકે છે અને તેને ટેબ્લેટ અથવા સેલ ફોન પર વાંચી શકે છે.