gu_ta/translate/resources-clarify/01.md

26 lines
3.0 KiB
Markdown

### વર્ણન
કેટલીકવાર નોંધ UDBમાંથી અનુવાદ માટેનું સૂચન કરે છે. તે કિસ્સામાં UDBમાંના લખાણને “(UDB)” પ્રમાણે અનુસરવું જોઈએ.
### અનુવાદની નોંધના ઉદાહરણો
>તે જે<u>આકાશમાં બેસે છે </u>તેઓના તરફ હાસ્ય કરશે (ગીતશાસ્ત્ર ૨:૪ **ULB**)
>પરંતુ તે કે જે<u>સ્વર્ગમાં તેમના રાજ્યાસન પર બેસે છે</u>તેઓના તરફ હાસ્ય કરશે(ગીતશાસ્ત્ર ૨:૪ **UDB**)
આ કલમની નોંધ જણાવે છે કે:
* **સ્વર્ગમાં બેસે છે**-અહીં બેસવું તે રાજ કરવું તેને દર્શાવે છે. જેના પર તેઓ બેઠા છે તે સ્પષ્ટ કરી શકાય. AT:”સ્વર્ગમાં રાજ કરે છે” કે “સ્વર્ગમાંના તેમના રાજ્યાસન પર બિરાજે છે” (UDB)(જુઓ:[વિશેષણ](../figs-metonymy/01.md)અને[સ્પષ્ટતા])
‘સ્વર્ગમાં બેસે છે’ તે શબ્દ સમૂહ માટે અહીં બે સૂચક અનુવાદ છે. પ્રથમ બાબત “સ્વર્ગમાં બેસે છે” તે શું દર્શાવે છે તેને સ્પષ્ટપણે રજૂ કરે છે. બીજી બાબત એ વિચર વિષે સંકેત આપે છે કે રાજ્ય કરવા દ્વારા સ્પષ્ટપણે એવું દર્શાવવામાં આવ્યું છે કે તેઓ તેમના “રાજ્યાસન” પર બેસે છે. આ સૂચન UDBમાંથી કરવામાં આવ્યું છે.
>જ્યારે તેણે ઈસુને જોયા ત્યારે, <u>તે ઊંધો પડી ગયો</u>. (લુક ૫:૧૨**ULB**)
>જ્યારે તેણે ઈસુને જોયા ત્યારે,<u>તે ભૂમિ પર નમી પડ્યો</u>. (લુક ૫:૧૨**UDB**)
આ કલમ માટેની નોંધ જણાવે છે કે:
* **તે ઊંધો પડી ગયો**-“તે નમ્યો અને તેના માથા વડે ભૂમિને સ્પર્શ કર્યો” અથવા “તે ભૂમિ પર નમી પડ્યો” (UDB)
અહીં UDBમાંથી પૂરા પાડવામાં આવેલા શબ્દો એ અનુવાદ માટેનું અન્ય એક સૂચન છે.