gu_ta/translate/figs-parables/01.md

12 KiB

દ્રષ્ટાંત તે એક નાની વાર્તા છે જે સત્યને સમજવું સહેલું અને ભૂલવું મુશ્કેલ બનાવે છે.

વર્ણન

દ્રષ્ટાંત તે એક નાની વાર્તા છે જે સત્યને શીખવવા માટે કહેવામાં આવે છે. તેમ છતાં દ્રષ્ટાંતમાંની ઘટનાઓ બની શકે છે, તેઓ વાસ્તવમાં થઈ નથી. તેઓને સત્ય શીખવવા માટે કહેવામાં આવે છે. દ્રષ્ટાંત ભાગ્યે જ કોઈ ચોક્કસ લોકોના નામ લે છે. (આ તમને દ્રષ્ટાંત ઓળખવામાં મદદ કરે છે અને વાસ્તવિક ઘટનાનું એક ખાતું છે.) દ્રષ્ટાંતોમાં ઘણીવાર શબ્દાલંકાર હોય છે જેમ કે સ્મિત અને રૂપક.

પછી તેમણે પણ તેઓને એક દ્રષ્ટાંત કહ્યું. “શું એક દ્રષ્ટિહીન બીજા દ્રષ્ટિહીન દોરી શકે છે? જો તે તેમ કરે, તેઓ બંને ખાડામાં પડશે, શું તેઓ નહિ પડે?” (લુક ૬:૩૯ ULB)

આ દ્રષ્ટાંત એમ શીખવે છે કે જો વ્યક્તિની પાસે આત્મિક સમાજ નથી તો, તે અન્ય વ્યક્તિને આત્મિક બાબતો સમજવામાં મદદ કરી શકતો નથી.

બાઈબલમાંના ઉદાહરણો

કોઈ વ્યક્તિ દીવો સળગાવીને ટોપલી નીચે મૂકતો નથી, પરંતુ દીવી ઉપર મૂકે છે, અને તે ઘરમાંના સર્વને અજવાળું આપે છે. તમે તમારું અજવાળું લોકોની આગળ એવી રીતે પ્રકાશવા દો કે તેઓ તમારા સારા કાર્યો જોઈને તમારા આકાશમાંના પિતાની સ્તુતિ કરે. (માથ્થી ૫:૧૫-૧૬ ULB)

આ દ્રષ્ટાંત આપણને શીખવે છે કે આપણે જે રીતે જીવીએ છીએ તે અન્ય લોકોથી છુપાવવું જોઈએ નહિ.

પછી ઈસુએ તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું. તેમણે કહ્યું, “સ્વર્ગનું રાજ્ય તે રાઈના બીજ જેવું છે કે જેને એક વ્યક્તિએ લઈને પોતાના ખેતરમાં વાવ્યું. આ બીજ ખરેખર અન્ય બધા બીજ કરતાં નાનું છે. પરંતુ જ્યારે તે વધે છે, ત્યારે તે બગીચાના છોડવા કરતાં મોટું અને વૃક્ષ થાય છે અને આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર માળો બાંધે છે.” (માથ્થી ૧૩:૩૧-૩૨ ULB)

આ દ્રષ્ટાંત શીખવે છે કે ઈશ્વરનું રાજ્ય પ્રથમ જોતા નાનું લાગે છે, પરંતુ તે વધશે અને આખી પૃથ્વી પર ફેલાઈ જશે.

અનુવાદની વ્યૂહરચનાઓ

૧. જો દ્રષ્ટાંતમાં અજાણી વસ્તુઓ હોવાને કારણે તેને સમજવું મુશ્કેલ લાગે તો, તમે તે અજાણી વસ્તુને બદલે તમારી સંસ્કૃતિના લોકો જે વસ્તુને જાણતા હોય તેને મૂકી શકો છો. જો કે, શિક્ષણને સમાન રાખવાને સાવચેત રહેજો. (જુઓ: અજાણ્યાનું અનુવાદ) ૧. જો દ્રષ્ટાંતનું શિક્ષણ અસ્પષ્ટ છે તો, પ્રસ્તાવનામાં તે શું કહી રહ્યું છે તે થોડું કહેવાનું ધ્યાનમાં લો, જેમ કે, “ઈસુએ ઉદાર બનવા માટે આ વાર્તામાં કહ્યું છે.”

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. જો દ્રષ્ટાંતમાં અજાણી વસ્તુઓ હોવાને કારણે તેને સમજવું મુશ્કેલ લાગે તો, તમે તે અજાણી વસ્તુને બદલે તમારી સંસ્કૃતિના લોકો જે વસ્તુને જાણતા હોય તેને મૂકી શકો છો. જો કે, શિક્ષણને સમાન રાખવાને સાવચેત રહેજો.

  • ઈસુએ તેઓને કહ્યું, “શું તમે દીવો ટોપલીની નીચે અથવા ખાટલા નીચે મૂકવા માટે ઘરમાં લાવો છો? તમે તેને અંદર લાવીને શું તેને દીવી પર મૂકો છો.” (માર્ક ૪:૨૧ ULB) - જો લોકો દીવી શું છે તે નથી જાણતા તો, તમે અવેજી તરીકે લોકો જેના ઉપર દીવો મૂકતા હોય તેવી વસ્તુ લખો જેથી તે ઘરમાં પ્રકાશ આપી શકે.
    • ઈસુએ તેઓને કહ્યું, “શું તમે દીવો ટોપલીની નીચે અથવા ખાટલા નીચે મૂકવા માટે ઘરમાં લાવો છો? તમે તેને અંદર લાવીને શું તેને ઊંચી છાજલી પર મૂકો છો.
  • પછી ઈસુએ તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું. તેમણે કહ્યું, “સ્વર્ગનું રાજ્ય તે રાઈના બીજ જેવું છે કે જેને એક વ્યક્તિએ લઈને પોતાના ખેતરમાં વાવ્યું. આ બીજ ખરેખર અન્ય બધા બીજ કરતાં નાનું છે. પરંતુ જ્યારે તે વધે છે, ત્યારે તે બગીચાના છોડવા કરતાં મોટું અને વૃક્ષ થાય છે અને આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર માળો બાંધે છે.” (માથ્થી ૧૩:૩૧-૩૨ ULB) - બીજની વાવણી એટલે કે તેમને ઉછાળવું જેથી તે ભૂમિ પર વિખેરાઈ જાય. જો લોકો વાવણીથી પરિચિત ન હોય તો, તમે તેને રોપણીથી બદલી શકો છો.
    • પછી ઈસુએ તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું. તેમણે કહ્યું, “સ્વર્ગનું રાજ્ય તે રાઈના બીજ જેવું છે કે જેને એક વ્યક્તિએ લઈને પોતાના ખેતરમાં રોપ્યું. આ બીજ ખરેખર અન્ય બધા બીજ કરતાં નાનું છે. પરંતુ જ્યારે તે વધે છે, ત્યારે તે બગીચાના છોડવા કરતાં મોટું અને વૃક્ષ થાય છે અને આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર માળો બાંધે છે.”

૧. જો દ્રષ્ટાંતનું શિક્ષણ અસ્પષ્ટ છે તો, પ્રસ્તાવનામાં તે શું કહી રહ્યું છે તે થોડું કહેવાનું ધ્યાનમાં લો, જેમ કે, “ઈસુએ ઉદાર બનવા માટે આ વાર્તામાં કહ્યું છે.”

  • ઈસુએ તેઓને કહ્યું, “શું તમે દીવો ટોપલીની નીચે અથવા ખાટલા નીચે મૂકવા માટે ઘરમાં લાવો છો? તમે તેને અંદર લાવીને શું તેને દીવી પર મૂકો છો”. (માર્ક ૪:૨૧ ULB)
    • ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત કહ્યું કે કેમ તેઓએ જાહેરમાં સાક્ષી આપવી જોઈએ. “શું તમે દીવો ટોપલીની નીચે અથવા ખાટલા નીચે મૂકવા માટે ઘરમાં લાવો છો? તમે તેને અંદર લાવીને શું તેને દીવી પર મૂકો છો.” (માર્ક ૪:૨૧ ULB)
  • પછી ઈસુએ તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું. તેમણે કહ્યું, “સ્વર્ગનું રાજ્ય તે રાઈના બીજ જેવું છે કે જેને એક વ્યક્તિએ લઈને પોતાના ખેતરમાં વાવ્યું. આ બીજ ખરેખર અન્ય બધા બીજ કરતાં નાનું છે. પરંતુ જ્યારે તે વધે છે, ત્યારે તે બગીચાના છોડવા કરતાં મોટું અને વૃક્ષ થાય છે અને આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર માળો બાંધે છે.” (માથ્થી ૧૩:૩૧-૩૨ ULB)
    • પછી ઈસુએ તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું કે ઈશ્વરનું રાજ્ય કેવી રીતે વૃદ્ધિ પામે છે. તેમણે કહ્યું, “સ્વર્ગનું રાજ્ય તે રાઈના બીજ જેવું છે કે જેને એક વ્યક્તિએ લઈને પોતાના ખેતરમાં વાવ્યું. આ બીજ ખરેખર અન્ય બધા બીજ કરતાં નાનું છે. પરંતુ જ્યારે તે વધે છે, ત્યારે તે બગીચાના છોડવા કરતાં મોટું અને વૃક્ષ થાય છે અને આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર માળો બાંધે છે.”