gu_obs-tn/content/19/06.md

1.5 KiB

કાર્મેલ પર્વત 

જુઓ તમે આનુ ભાષાંતર 19-05માં કેવી રીતે કર્યુ.

ક્યાં સુધી તમે લોકો 

માહિતી મેળવવા માટે આ એક ખરો સવાલ નથી. એલિયા ઈસ્રાએલીઓને ફટકારતો હતો કેમ કે તેઓ વારંવાર યહોવાને ભજે કે બઆલને ભજે એ વિશે તેઓના મન બદલતા હતા. કેટલીક ભાષાઓ આ વાક્યને આવી રીતે રજુ કરે કે, “તમે લોકોએ કોને દેવ માનવા એ વિશે તમારા મનને બદલતા રહેવાનુ બંધ કરો!”

જો યહોવા દેવ હોય¦જો બઆલ દેવ હોય

આનો મતલબ એ નથી કે એલિયા ગડમથલમાં છે. એ જાણતો હતો કે યહોવા જ સત્ય દેવ છે. એ ઈચ્છતો હતો કે લોકો જાણે કે જ્યારે તેઓ ખોટ દેવતાઓની આરાધના કરે છે, ત્યારે તેઓ યહોવા, એકમાત્ર ખરા દેવને નકારે છે. આ એવી રીતે અનુવાદ કરો કે લોકો વિચારતા થઈ જાય કે કોને પસંદ કરે.