gu_obs-tn/content/15/01.md

2.0 KiB

છેવટે હવે એ સમય આવી ગયો હતો 

“છેવટે” નો અર્થ છે “છેલ્લે” અથવા, “લાંબી રાહ જોયા પછી.” “સમય” દર્શાવે છે એ સ્પષ્ટ કરવા માટે, તમે આ કહી શકો, “40 વર્ષ સુધી અરણ્યમાં ભટક્યાં કર્યુ હતુ ત્યાર બાદ, દેવે છેલ્લે તેઓને પરવાનગી આપી.”

કનાની દેશનાં શહેર યરીખો તરફ બે જાસૂસો 

આ રીતે ભાષાંતર કરી શકાય, “બે માણસો કનાની શહેર, યરીખોમાં એની માહિતીઓ મેળવવા માટે.” 14-04માં “દેશની જાસૂસી કરી” માટે નોંધો પણ જુઓ,.

મજબુત દિવાલોથી સુરક્ષિત હતું 

આ રીતે ભાષાંતર કરી શકાય, “તેના દુશ્મનોથી રક્ષણ મેળવવા માટે સંપુર્ણ રીતે જાડી, મજબુત પથ્થરોથી બનેલ મજબુત દિવાલોથી ઘેરાયેલું હતું.”

ભાગવું 

આ પણ ઉમેરી શકાય છે, “યરીખોમાં રહેતા લોકોથી બચીને ભાગ્યાં જે તેઓને નુકસાન પહોંચાડવા માંગતા હતાં.”

તેણીનુ પરીવાર 

તેણીએ તેના પિતા, માતા, ભાઈઓ, અને બહેનો માટે સુરક્ષાની માંગણી કરી. તમારા શબ્દોનો એ પરીવાર માટે ઉપયોગ કરો જેમાં આવા લોકો હોય.