gu_obs-tn/content/13/01.md

1.5 KiB

સળગતી ઝાડી

મિસરમાં મૂસાના પાછા ફરતા પહેલા, દેવે એક સળગતી ઝાડીમાંથી એની જોડે વાત કરી હતી જે સળગીને નાશ થતી ન હતી. જુઓ09-12.

તેઓના તંબુઓ બાંધ્યા

ઈસ્રાએલીઓને મિસરદેશથી પ્રતિજ્ઞાના દેશ સુધી ખાસ્સા લાંબા અંતરનો પ્રવાસ કરવાનો હતો. એટલે તેઓએ તેમના તંબુઓને તેઓની સાથે લીધા જેથી આખા પ્રવાસ દરમ્યાન તેઓ તેને સુરક્ષીત આશ્રય સ્થાન રુપે ઉભા કરી તેમાં સુઈ શકે. કેટલીક ભાષાઓમાં એ કદાચ આવી રીતે ભાષાંતર થઈ શકે, "તેઓના તંબુઓને તેમાં ઉભા કર્યા."

પર્વતની તળેટી

આ કદાચ આવી રીતે ભાષાંતર થઈ શકે, "પર્વતના તળીયે." આ એ જગ્યાનો નિર્દેશ કરે છે જે એ જ્ગ્યાની આજુબાજુમાં હોય જ્યાથી પર્વતનું ચઢાણ શરૂ થાય.