gu_tw/bible/other/water.md

53 lines
5.2 KiB
Markdown

# પાણી, પાણીઓ, પાણી પાયું, પાણી પીવડાવવું
## વ્યાખ્યા:
તેના પ્રાથમિક અર્થ ઉપરાંત, "પાણી" પણ ઘણીવાર પાણીના શરીરનો ઉલ્લેખ કરે છે, જેમ કે મહાસાગર, સમુદ્ર, તળાવ અથવા નદી.
* “ પાણી” શબ્દનો અર્થ પાણીનું શરીર અથવા પાણીના ઘણા સ્રોતોનો ઉલ્લેખ કરે છે.
તે મોટા પ્રમાણમાં પાણી માટે સામાન્ય સંદર્ભ હોઈ શકે છે.
* “પાણી “નો અલંકારિક ઉપયોગ થાય છે, જે મહાન તકલીફ, મુશ્કેલીઓ અને દુઃખનો ઉલ્લેખ કરે છે.
દાખલા તરીકે, ઈશ્વર વચન આપે છે કે જ્યારે આપણે 'પાણીમાંથી પસાર થઈશું' ત્યારે તે અમારી સાથે હશે.
* શબ્દસમૂહ "ઘણાં પાણીઓ” મુશ્કેલીઓ કેટલી મોટી છે તેના પર ભાર મૂકે છે.
* '' પાણી પીવડાવવું '' નો અર્થ પશુધન અને અન્ય પશુઓને " પાણી પૂરું પાડવું" થાય છે.
બાઇબલના સમયમાં, તે સામાન્ય રીતે એક કૂવામાંથી ડોલથી પાણી કાઢીને પ્રાણીઓને પીવા માટે પાણીની હોજમાં અથવા અન્ય વાસણમાં રેડવામાં આવતું હતું.
* જૂના કરારમાં, ઈશ્વરને તેના લોકો માટે"જીવતા પાણી" નો ઝરો અથવા ફુવારો તરીકે ઓળખવામાં આવે છે.
તેનો અર્થ એ કે તે આધ્યાત્મિક શક્તિ અને તાજગીનો સ્ત્રોત છે.
* નવા કરારમાં, ઈસુએ "જીવંત પાણી" શબ્દનો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ થાય છે પવિત્ર આત્મા એક વ્યક્તિમાં પરિવર્તન અને નવા જીવન લાવવા માટે કામ કરે છે.
## અનુવાદનાં સૂચનો:
* શબ્દસમૂહ, "પાણી ભરવું” નું"એક ડોલથી કૂવામાંથી પાણી ખેંચવું” ભાષાંતર કરી શકાય છે.
"* તેમનામાંથી જીવતા પાણીના ઝરાઓ વહેશે" નું ભાષાંતર કરી શકાય છે "પવિત્ર આત્માથી શક્તિ અને આશીર્વાદો તેમનામાંથી પાણીના ઝરાઓની જેમ વહેશે."
"આશીર્વાદ" શબ્દને બદલે "ભેટ" અથવા "ફળો" અથવા "દૈવી ચરિત્ર” નો ઉપયોગ કરી શકાય છે.
* જ્યારે ઈસુ સમરૂની સ્ત્રીની સાથે કૂવા પર વાત કરી રહ્યા છે ત્યારે, "જીવંત પાણી" શબ્દનું ભાષાંતર "પાણી કે જે જીવન આપે છે" અથવા "જીવનઆપનાર પાણી" તરીકે કરી શકાય છે.
આ સંદર્ભમાં, પાણીની કલ્પનાને અનુવાદમાં રાખવી જોઈએ.
સંદર્ભને આધારે, "પાણી" અથવા "ઘણાં પાણી " શબ્દનું ભાષાંતર "મહાન પીડા )તમારી આસપાસ પાણીની જેમ ઘેરે છે" અથવા "જબરજસ્ત મુશ્કેલીઓ )પાણીના પ્રવાહની જેમ( અથવા "મોટા પ્રમાણમાં પાણી” ભાષાંતર કરી શકાય છે.
(આ પણ જુઓ: [જીવન](../kt/life.md), [આત્મા](../kt/spirit.md), [પવિત્ર આત્મા](../kt/holyspirit.md), [શક્તિ([
## બાઇબલ સંદર્ભો:
* [પ્રેરિતોનાં કૃત્યો 8:36-38](../kt/power.md)
* [નિર્ગમન 14:21-22](rc://gu/tn/help/act/08/36)
* [યોહાન 4:9-10](rc://gu/tn/help/exo/14/21)
* [યોહાન 4:13-14](rc://gu/tn/help/jhn/04/09)
* [યોહાન 4:15-16](rc://gu/tn/help/jhn/04/13)
* [માથ્થી 14:28-30](rc://gu/tn/help/jhn/04/15)
## શબ્દ માહિતી:
* Strong's: H2222, H4325, H4529, H4857, H7301, H7783, H8248, G504, G4215, G4222, G5202, G5204