gu_tw/bible/other/tencommandments.md

33 lines
3.3 KiB
Markdown

# દસ આજ્ઞાઓ
## તથ્યો:
"દસ આજ્ઞાઓ" એ આજ્ઞાઓ હતી જે ઈશ્વરે મુસાને સિનાય પર્વત પર આપી હતી, જ્યારે ઈસ્રાએલીઓ કનાન દેશને રસ્તે અરણ્યમાં રહેતા હતા.
ઈશ્વરે આ આદેશો પથ્થરની બે મોટી શિલા પર લખ્યા હતા.
ઈશ્વરે ઈસ્રાએલીઓને ઘણી આજ્ઞાઓ પાળવાની આજ્ઞા આપી હતી, પરંતુ દસ આજ્ઞાઓ ખાસ આજ્ઞા હતી કે ઈસ્રાએલીઓ ઈશ્વરને પ્રેમ કરે અને ભજન કરે અને અન્ય લોકોને પ્રેમ કરે.
* આ આજ્ઞાઓ પણ તેના લોકો સાથે ઈશ્વરના કરારનો ભાગ હતો.
ઈશ્વરે તેમને જે કરવા કહ્યું હતું તે પાળવાથી ઈસ્રાએલી લોકો બતાવશે કે તેઓ ઈશ્વરને પ્રેમ કરતા હતા અને તેઓ તેમના હતા.
* આ આજ્ઞાઓ લખેલા પથ્થર ને કરારકોશના કરારમાં રાખવામાં આવ્યા હતા, જે મંડપનું પરમ પવિત્રસ્થાન અને પાછળથી મંદિરમાંનું સ્થાન હતું.
(આ પણ જુઓ: [કરારકોશ](../kt/arkofthecovenant.md), [આદેશ](../kt/command.md), [કરાર](../kt/covenant.md), [અરણ્ય](../other/desert.md), [કાયદો](../kt/lawofmoses.md), [પાળવું](../other/obey.md), [સિનાઇ](../names/sinai.md), [ભજન કરવું](../kt/worship.md))
## બાઇબલના સંદર્ભો:
* [પુનર્નિયમ 4:13-14](rc://gu/tn/help/deu/04/13)
* [પુનર્નિયમ 10:3-4](rc://gu/tn/help/deu/10/03)
* [નિર્ગમન 34: 27-28](rc://gu/tn/help/exo/34/27)
* [લુક 18:18-21](rc://gu/tn/help/luk/18/18)
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[13:7](rc://gu/tn/help/obs/13/07)__ ત્યાર પછી ઈશ્વરે બે પથ્થરની પાટીઓ પર આ __દસ આજ્ઞાઓ__ લખી અને મૂસાને આપી દીધી.
* __[13:13](rc://gu/tn/help/obs/13/13)__ જ્યારે મૂસા પર્વત પરથી નીચે આવ્યો અને મૂર્તિને જોઇ, ત્યારે તે એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે પથ્થરની પાટીઓ તોડી નાખી જેના પર ઈશ્વરે __દસ આજ્ઞાઓ__ લખી હતી.
* __[13:15](rc://gu/tn/help/obs/13/15)__ મૂસાએ જે પાટીઓ તોડી નાખી હતી તેના બદલે નવી પથ્થરની પાટીઓ પર __દસ આજ્ઞાઓ__ લખી હતી.
## શબ્દ માહિતી:
* Strong's: H1697, H6235