gu_tw/bible/other/tax.md

58 lines
6.6 KiB
Markdown

# વેરો, વેરા, કર લાદયો, કરચોરી, કરપદ્ધતિ, કરદાતાઓ, દાણી, દાણીઓ,
## વ્યાખ્યા:
" કરવેરો " અને " કરવેરા " શબ્દો નાણાં અથવા માલનો ઉલ્લેખ કરે છે કે જે લોકો તેમના પર સત્તા ધરાવતી સરકારને ચૂકવે છે.
" દાણી " એક સરકારી કર્મચારી હતો, જેમનું કામ લોકોએ કરવેરામાં સરકારને જે નાણાં ચૂકવવાની જરૂર હતી એ નાણાં મેળવવાનું હતું .
* નાણાંની રકમ કર તરીકે ચૂકવવામાં આવે છે તે સામાન્ય રીતે વસ્તુની કિંમત પર અથવા વ્યક્તિની મિલકત કેટલી મૂલ્યની છે તેના પર આધારિત હોય છે.
* ઈસુ અને પ્રેરિતોના સમયમાં, રોમન સામ્રાજ્યમાં રહેલા દરેકને રોમન સરકારનો કર ચૂકવવો જરૂરી હતો, જેમાં યહૂદીઓનો પણ સમાવેશ થાય છે.
* જો કર ચૂકવવામાં ન આવે તો, સરકાર તે વ્યક્તિને નાણાં મેળવવા માટે કાનૂની કાર્યવાહી કરી શકે છે.
* રોમન સામ્રાજ્યમાં રહેતા દરેકને કર વસૂલવા માટે વસતી ગણતરીમાં યુસફ અને મરિયમ બેથલહેમમાં ગયા.
* "કર” શબ્દનો અનુવાદ પણ "જરૂરી ચુકવણી" અથવા "સરકારી નાણાં" અથવા "મંદિરનાં નાણાં" તરીકે સંદર્ભ આધારિત કરી શકાય છે.
* "કર ચૂકવવા" નો અનુવાદ "સરકારને નાણાં ચૂકવવા" અથવા "સરકાર માટે નાણાં મેળવવા" અથવા "જરૂરી ચુકવણી કરવી" તરીકે પણ અનુવાદિત થઈ શકે છે.
"કર એકત્રિત કરવો" નું ભાષાંતર "સરકાર માટે નાણાં પ્રાપ્ત કરો" કરી શકાય છે.
* “દાણી " એ એવી વ્યક્તિ છે જે સરકાર માટે કામ કરે છે અને માટે લોકોને જે નાણાં ચૂકવવાની જરૂર છે તે નાણાં મેળવે છે.
* જે લોકો રોમન સરકાર માટે કર ઉઘરાવતાહતા તેઓ સરકારને જરૂર હોય તે કરતાં વધારે નાણાં લોકો પાસેથી માગતા હતા.
દાણીઓ તેમના માટે વધારે રકમ રાખી મુક્તા હતા.
કારણકે દાણીઓ આ રીતે લોકોને છેતરતા હતા, તેથી યહૂદીઓ તેમને સૌથી ખરાબ પાપીઓ ગણતા હતા.
* યહુદીઓએ યહુદી દાણીઓને પોતાના લોકો માટે દેશદ્રોહી ગણાવ્યા હતા કારણ કે તેઓ રોમન સરકાર માટે કામ કરતા હતા, જે યહૂદી લોકો પર દમન કરતા હતા.
* “દાણીઓ અને પાપીઓ” શબ્દસમૂહ નવા કરારમાં સામાન્ય અભિવ્યક્તિ હતી જે યહુદીઓ કેટલું ધિકકારતા હતા તે બતાવે છે.
(આ પણ જૂઓ:
યહુદી, રોમ, પાપ,)
## બાઇબલ સંદર્ભો
* [લુક 20:21-22](rc://gu/tn/help/luk/20/21)
* [માર્ક 2:13-14](rc://gu/tn/help/mrk/02/13)
* [માથ્થી 9:7-9](rc://gu/tn/help/mat/09/07)
* [ગણના 31:28-29](rc://gu/tn/help/num/31/28)
* [રોમન 13:6-7](rc://gu/tn/help/rom/13/06)
* [લુક 3:12-13](rc://gu/tn/help/luk/03/12)
* [લુક 5: 12-13](rc://gu/tn/help/luk/05/27)
* [માથ્થી 5:46-48](rc://gu/tn/help/mat/05/46)
* [માથ્થી 9:10-11](rc://gu/tn/help/mat/09/10)
* [માથ્થી 11:18-19](rc://gu/tn/help/mat/11/18)
* [માથ્થી 17:26-27](rc://gu/tn/help/mat/17/26)
* [માથ્થી 18:17](rc://gu/tn/help/mat/18/17)
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
34:6 તેણે કહ્યું, "બે માણસો પ્રાર્થના કરવા મંદિરમાં ગયા.
તેમાંના એક દાણી હતો અને અન્ય એક ધાર્મિક આગેવાન હતો."
34:7 "ધાર્મિક આગેવાને આ પ્રમાણે પ્રાર્થના કરી, 'ઈશ્વર આપનો આભાર કે હું બીજા માણસો જેવો જેમ કે લૂંટારાઓ, અન્યાયીઓ, વ્યભિચારીઓ, કે તે દાણી જેવો પણ. પાપી નથી.”
34:9 "પરંતુ દાણી ધાર્મિક આગેવાન થી દૂર ઊભોરહીને, આકાશ તરફ નજર ઊચી ન કરી.
એના બદલે, તેમણે પોતાની છાતી કૂટતા પ્રાર્થના કરી, 'હે ઈશ્વર, મારા પર દયા કરો, કારણ કે હું પાપી છું.'
34:10 પછી ઈસુએ કહ્યું, "હું તમને સત્ય કહું છું, દેવે દાણીની પ્રાર્થના સાંભળી અને તેને ન્યાયી ઠરાવ્યો."
35:1 એક દિવસ, ઈસુ ઘણા દાણીઓ અને બીજા પાપીઓ તેનું સાંભળવાને ભેગા થયા હતા તેઓને શીખવતા હતા.
## શબ્દ માહિતી:
* Tax Collector: Strong's: H5065, H5674, G5057, G5058