gu_tw/bible/other/stronghold.md

38 lines
3.9 KiB
Markdown

# કિલ્લો, કિલ્લાઓ, કિલ્લેબંધી,મજબૂત કરવું, ગઢ, ગઢો
## વ્યાખ્યા:
“કિલ્લો” અને “ગઢ” બંને શબ્દો એવી જગ્યાઓનો ઉલ્લેખ કરે છે જે દુશ્મન સૈનિકોના હુમલાઓ સામે ખુબ સુરક્ષિત છે.
“મજબૂત કરવું” શબ્દ એવા શહેર કે બીજી જગાનું વર્ણન કરે છે કે જેને હુમલાથી સુરક્ષિત કરવામાં અઆવ્યું છે.
* ઘણીવાર, કિલ્લાઓ અને ગઢો એ માનવસર્જિત રક્ષણાત્મક દીવાલો સાથેનું માળખું હોય છે.
તેઓ કુદરતી સુરક્ષિત અવરોધોવાળી જગ્યાઓ જેવી કે પથરાળ ખડક કે ઊંચા પર્વતો હોઈ શકે.
* લોકો જાડી દીવાલો અથવા માળખું બાંધીને કિલ્લાઓને મજબૂત કરે છે જે દુશ્મન માટે તોડવું મુશ્કેલ બનાવે.
* “કિલ્લા” અથવા “ગઢ” નું અનુવાદ “મજબૂત સુરક્ષિત જગ્યા” અથવા ભારપૂર્વક સુરક્ષિત જગ્યા” એમ પણ કરી શકાય.
* “શહેરને મજબૂત કરવું” શબ્દનું અનુવાદ “સુરક્ષિત શહેર” અથવા “ભારપૂર્વક બંધાયેલ શહેર” એમ પણ કરી શકાય.
* આ શબ્દનો ઉપયોગ રૂપકાત્મક રીતે જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરે છે તેઓ માટે ઈશ્વરને ગઢ કે કિલ્લો તરીકે ઉલ્લેખીને પણ થતો હતો.
(જુઓ: [કહેવત](rc://gu/ta/man/translate/figs-metaphor)
* બીજો “કિલ્લા” શબ્દનો રૂપકાત્મક અર્થ જેને કોઈકે ખોટી રીતે સુરક્ષામાં વિશ્વાસ કર્યો હતો, જેમ કે જુઠ્ઠા દેવ કે બીજુ કોઈ કે જેની આરાધના યહોવાને બદલે કરવામાં આવતી તેને સંબોધે છે.
તેનું આમ પણ અનુવાદ કરી શકાય “જુઠ્ઠો કિલ્લો.”
* આ શબ્દનું અનુવાદ “આશ્રય,” કે જે મજબૂત બનાવવા કરતાં સુરક્ષા પર વધુ ભાર મુકે છે તેનાથી અલગ રીતે થવું જોઈએ.
(આ પણ જુઓ: [જુઠ્ઠા દેવ](../kt/falsegod.md), [જુઠ્ઠા દેવ](../kt/falsegod.md), [આશ્રય](../other/refuge.md), [યહોવા](../kt/yahweh.md))
## બાઈબલના સંદર્ભો:
* [2 કરિંથીઓ 10:3-4](rc://gu/tn/help/2co/10/03)
* [2 રાજાઓ 8:10-12](rc://gu/tn/help/2ki/08/10)
* [2 શમુએલ 5:8-10](rc://gu/tn/help/2sa/05/08)
* [પ્રેરિતોના કૃત્યો 21:34-36](rc://gu/tn/help/act/21/34)
* [હબાક્કુક 1:10-11](rc://gu/tn/help/hab/01/10)
## શબ્દ માહિતી:
* Strong's: H490, H553, H759, H1001, H1002, H1003, H1219, H1225, H2388, H4013, H4026, H4581, H4526, H4679, H4685, H4686, H4692, H4693, H4694, H4869, H5794, H5797, H5800, H6438, H6696, H6877, H7682, G3794, G3925