gu_tw/bible/other/sow.md

4.2 KiB

છોડ, રોપે છે, રોપ્યું, રોપી રહ્યા છે, પ્રત્યારોપણ, ફરીથી રોપવું, એક જગ્યાએથી ઉખાડીને બીજે રોપવું, વાવવું, વાવે છે, વાવ્યું, વાવેતર, વાવણી

વ્યાખ્યા:

“છોડ” સંન્ય રીતે એવું કંઇક કે જે ઉગે છે અને જમીન સાથે જોડાયેલું હોય છે. “વાવવું” એટલે જમીનમાં બીજ મુકવા કે જેથી છોડ ઉગે. “વાવનાર” એ વ્યક્તિ છે કે જે બીજ વાવે છે.

  • વાવવાની અને રોપવાની રીત અલગ હોઈ શકે, પરંતુ એક રીત એ છે કે મુઠ્ઠીભર બીજ લેવા અને જમીનમાં તેઓને પાથરવા.
  • બીજી રીત બીજ રોપવાની એ જમીનમાં કાણાં પાળવા અને દરેક કાણાંમાં બીજ મુકવા.
  • “વાવવું” શબ્દ રૂપકાત્મક રીતે ઉપયોગમાં લઇ શકાય, જેમ કે “વ્યક્તિ જે વાવે છે તે જ લણે છે.”

એનો અર્થ કે જો વ્યક્તિ કંઇક દુષ્ટ કરે તો, તે નકારાત્મક પરિણામ મેળવશે, અને જો વ્યક્તિ સારું કરે તો, તે હકારાત્મક પરિણામ ભોગવશે.

અનુવાદ માટેના સૂચનો

  • “વાવવું” શબ્દનો અનુવાદ “રોપવું” પણ કરી શકાય.

એ ધ્યાનમાં રાખો કે તેને માટે જે શબ્દનો અનુવાદ કર્યો હોય તે બીજ રોપવાને સમાવેશ કરતો હોય.

  • “વાવનાર” ને અનુવાદ કરવાની બીજી રીતોમાં “રોપનાર” અથવા “ખેડૂત” અથવા “વ્યક્તિ કે જે બીજ વાવે છે” તેનો સમવેશ કરી શકાય.
  • અંગ્રેજીમાં, “વાવવું” એ માત્ર બીજ વાવવા વપરાય છે, પરંતુ અંગેજી શબ્દ “છોડ/રોપવું” બીજ અને મોટી બાબતો, જેમ કે ઝાડ રોપવા વાપરી શકાય છે.

બીજી ભાષાઓઅલગ શબ્દો વાપરી શકે, શું રોપવામાં આવે છે તેના આધારે.

  • “વ્યક્તિ જે વાવે છે તે લણે છે” અભિવ્યક્તિનુ અનુવાદ આમ કારી શકાય “જેમ ચોક્કસ પ્રકારના બીજ ચોક્કસ પ્રકારના છોડ ઉત્પન્ન કરે, તેમ જ વ્યક્તિના સારા કૃત્યો સારું પરિણામ લાવશે અને વ્યક્તિના દુષ્ટ કૃત્યો દુષ્ટ પરિણામ લાવશે.”

(આ પણ જુઓ: દુષ્ટ, સારું, પાક ભેગો કરવો)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2221, H2232, H2233, H2236, H4218, H4302, H5193, H7971, H8362, G4687, G4703, G5300, G5452 , G6037