gu_tw/bible/other/snare.md

4.8 KiB

જાળ, જાળ પાથરે છે, જાળમાં ફસાવવું, જાળમાં ફસાવે છે, જાળમાં ફસાવ્યો, ફોસલાવવું, છટકું, છટકું કરે છે, છટકું ગોઠવ્યું

વ્યાખ્યા:

“જાળ” અને “છટકું” શબ્દ એવા સાધનનો ઉલ્લેખ કરે છે કે જે પ્રાણીઓને પકડવા અને તેમને ભાગી જતા અટકાવવા માટે વપરાય છે. “જાળ” કે “જાળમાં ફસાવવું” એટલે જાળ દ્વારા પકડવું, અને “છટકું” કે “ફોસલાવવું” એટલે કે છટકા દ્વારા પકડવું. બાઈબલમાં, આ શબ્દોનો ઉપયોગ રૂપકાત્મક રીતે એ વાત કહેવા વિષે પણ થયો છે કે કેવી રીતે પાપ અને પરીક્ષણએ સંતાયેલ છટકા સમાન છે કે જે લોકોને પકડે છે અને તેમને નુકસાન પહોંચાડે છે

  • “જાળ” એટલે દોરડાંનો અથવા તારનો ફાંસો કે જે અચાનક મજબૂત રીતે ખેંચવામાં આવે જ્યારે પ્રાણી અંદર પ્રવેશે ત્યારે, તેના પગને જાળમાં ફસાવવા દ્વારા.
  • “છટકું” એ ધાતુ અથવા લાકડાંનું બનેલું હોય છે અને તેને બે ભાગ હોય છે કે જે અચાનક અને શક્તિપૂરવક રીતે સાથે બંધ કરવામાં આવે છે, પ્રાણીને પકડવા દ્વારા કે જેથી તે કોઈ પણ રીતે છટકી ન શકે.

ઘણીવાર છટકું ઊંડા બાકોરું/છિદ્ર જેવું હોઈ શકે કે જે બનાવવામાં આવ્યું હોય જે કંઇક તેમાં પડે તેને પકડવા માટે.

  • સામાન્ય રીતે જાળ અથવા છટકું એ ગુપ્ત હોય છે કે જેથી તેનો શિકાર આશ્ચર્યકારક રીતે લઇ લેવામાં આવે.
  • “છટકું ગોઠવવું” શબ્દસમૂહનો અર્થ કંઇક પકડવા માટે જાળને તૈયાર કરવી.
  • “જાળમાં પડવું” એ ઊંડા છિદ્રમાં કે ખાડામાં પડવું કે જે પ્રાણીને પકડવાને માટે ખોદવામાં આવ્યો હતો અને ગુપ્ત હતો તેનો ઉલ્લેખ કરે છે.
  • વ્યક્તિ કે જે પાપ કરવાની શરૂઆત કરે અને બંધ ન કરી શકે તેને “પાપની જાળમાં ફસાયો” છે એમ કહેવાય રૂપકાત્મક સંદર્ભમાં જે રીતે પ્રાણી જાળમાં ફસાય છે અને છટકી શકતું નથી તેમ.
  • જેવી રીતે પ્રાણી જાળમાં રહેવા દ્વારા જોખમમાં મુકાય છે અને ઈજાગ્રસ્ત બને છે, તે રીતે વ્યક્તિ પાપના છટકામાં પકડાય છે ત્યારે તેને તે પાપ દ્વારા નુકસાન થાય છે અને તેને છુટવાની જરૂર છે.

(આ પણ જુઓ: મુક્ત, , શિકાર, શેતાન, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2256, H3353, H3369, H3920, H3921, H4170, H4204, H4434, H4685, H4686, H4889, H5367, H5914, H6315, H6341, H6351, H6354, H6679, H6983, H7639, H7845, H8610, G64, G1029, G2339, G2340, G3802, G3803, G3985, G4625