gu_tw/bible/other/sleep.md

34 lines
3.3 KiB
Markdown

# ઊંઘવું, ઊંઘમાં પડવું, ઊંઘમાં પડ્યા, ઊંઘમાં પડ્યા હતા, ઊંઘ, ઊંઘે છે, ઊંઘી રહ્યા છે, ચોક્કસ રીતે ઊંઘવું, ઊંઘ વિનાનું, ઊંઘણસી
## વ્યાખ્યા:
આ શબ્દોનો મરણના સંદર્ભમાં રૂપકાત્મક અર્થ થઇ શકે છે.
* “ઊંઘ” અથવા “ઊંઘવું” જેનો અર્થ “મૃત” રૂપક હોઈ શકે. (જુઓ: રૂપક)
* “ઊંઘમાં પડવું” અભિવ્યક્તિનો અર્થ સુવાનું શરૂ કરવું અથવા રૂપકાત્મક રીતે, મૃત્યુ એમ થાય.
* “પોતાના પિતા સાથે સુઈ જવું” એટલે કે મરી જવું, પોતાના પૂર્વજોની જેમ જ મૃત્યુ પામવું.
## અનુવાદ માટેના સૂચનો:
* “ઊંઘમાં પડવું” નું અનુવાદ “અચાનક ઊંઘવાની શરૂઆત કરવી” અથવા “ઊંઘવાનું શરૂ કરવું” અથવા “મરવું,” તેના અર્થને અઆધારે કરી શકાય.
* નોંધ:
જ્યાં શ્રોતાજન અર્થ સમજી શકે એમ ન હોય ત્યાં રૂપકાત્મક અભિવ્યક્તિને સંદર્ભમાં રાખવી તે ખાસ રીતે મહત્વનું છે.
ઉદાહરણ તરીકે, જ્યારે ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે લાજરસ “ઊંઘી રહ્યો છે” ત્યારે તેઓએ વિચાર્યું કે તેમનો અર્થ એ છે કે લાજરસ કુદરતી રીતે ઊંઘી રહ્યો હતો.
આ સંદર્ભમાં, “તે મૃત્યુ” પામ્યો તે પ્રમાણે તેનું અનુવાદ કરવો તેવો અર્થ થતો નથી.
* કેટલીક ભાષાઓમાં મરણ અથવા મરણ પામી રહ્યો છે માટે અલગ અભિવ્યક્તિ હોઈ શકે છે જેનો ઉપયોગ જો અભિવ્યક્તિઓ “ઊંઘ” અને “ઊંઘમાં પડવું” નો કોઈ અર્થ નથી તો થઇ શકે છે.
## બાઈબલના સંદર્ભો:
* [1 રાજાઓ 18:27-29](rc://gu/tn/help/1ki/18/27)
* [1 થેસ્સલોનિકીઓ 4:13-15](rc://gu/tn/help/1th/04/13)
* [પ્રેરિતોના કૃત્યો 7:59-60](rc://gu/tn/help/act/07/59)
* [દાનિયેલ 12:1-2](rc://gu/tn/help/dan/12/01)
* [ગીતશાસ્ત્ર 44:23-24](rc://gu/tn/help/psa/044/023)
* [રોમનો 13:11-12](rc://gu/tn/help/rom/13/11)
## શબ્દ માહિતી:
* Strong's: H1957, H3462, H3463, H7290, H7901, H8139, H8142, H8153, H8639, G879, G1852, G1853, G2518, G2837, G5258