gu_tw/bible/other/siege.md

2.5 KiB

ઘેરો, ઘેરી લેવું, ઘેરાયેલાં, ઘેરો ઘાલનાર, ઘેરી રહ્યા છે, હંગામી કિલ્લો

વ્યાખ્યા:

"ઘેરો" ત્યારે થાય છે જ્યારે એક આક્રમણકારી લશ્કર શહેરની આસપાસ આવે છે અને તેને ખોરાક અને પાણીની કોઈ પણ ચીજ પ્રાપ્ત કરવાથી રોકી રાખે છે. શહેરને "ઘેરી લેવું" અથવા તેને "ઘોષણા હેઠળ" મૂકવું તેનો અર્થ એ છે કે ઘેરાબંધી દ્વારા તેના પર હુમલો કરવો.

  • જ્યારે બાબિલીઓ ઈઝરાયેલ પર હુમલો કરવા આવ્યા, ત્યારે તેઓએ શહેરની અંદર લોકોને નબળા બનાવવા યરૂશાલેમ સામે ઘેરો ઘાલ્યો હતો.
  • મોટેભાગે ઘેરાબંધી દરમિયાન, શહેરની દિવાલો પાર કરવા અને શહેર પર આક્રમણ કરવા માટે હુમલાખોર સૈન્યને શક્તિમાન કરવા માટે ધૂળની ઢોળાવવાળો માર્ગ ધીમે ધીમે નિર્માણ કરવામાં આવે છે.
  • શહેરને “ઘેરી લેવું” તેને “ઘેરો ઘાલવો” અથવા તેના પર “ઘેરો કરવો” તરીકે વ્યક્ત કરી શકાય.
  • “ઘેરી લેવું” શબ્દનો સમાન શબ્દપ્રયોગ “ઘેરાબંધી હેઠળ” તરીકે થાય છે.

બંને અભિવ્યક્તિઓ એવું શહેર કે જેને દુશ્મનના સૈન્યએ ઘેરી લીધા છે તે વર્ણવે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4692, H4693, H5341, H5437, H5564, H6693, H6696, H6887