gu_tw/bible/other/seek.md

29 lines
2.7 KiB
Markdown

# શોધવું, શોધે છે, શોધી રહ્યા છે, શોધ્યો
## વ્યાખ્યા:
“શોધવું” શબ્દનો અર્થ કશુક અથવા કોઈકને ખોળવા.
ભૂતકાળ “શોધ્યો” થાય છે.
“કંઇક કરવા માટે ભારે પ્રયત્ન કરવો” અથવા “પ્રયત્ન લગાવવો” એવો પણ અર્થ થઇ શકે છે.
* કંઇક કરવા માટે તકને “શોધવી” અથવા “ખોળવી” તેનો અર્થ તે કરવા માટે “સમયને શોધવા પ્રયત્ન કરવો” એમ થઇ શકે છે.
* “યહોવાને શોધવા” તેનો અર્થ “સમય અને શક્તિ યહોવાને જાણવા માટે વિતાવવી અને તેમને અનુસરવાનું શીખવું” એમ થાય છે.
* “રક્ષણ શોધવું” તેનો અર્થ “વ્યક્તિ અથવા સ્થળને શોધવાનો પ્રયત્ન કરવો કે જે તમને જોખમથી રક્ષણ આપે.”
* “ન્યાયને શોધવો” તેનો અર્થ “લોકોની ન્યાયપૂર્વક અથવા ન્યાયીપણે માવજત કરવામાં આવે તે જોવા માટે પ્રયત્ન કરવો.”
* “સત્યને શોધવું” તેનો અર્થ “સત્ય શું છે તે શોધવા પ્રયત્ન કરવો.”
* “તરફેણ શોધવી” તેનો અર્થ “તરફેણ મેળવવા પ્રયત્ન કરવો” અથવા “એવી બાબતો કરવી કે જેથી કોઈક તમને મદદ કરે.”
(આ પણ જુઓ: [ન્યાયી](../kt/justice.md), [સાચું](../kt/true.md))
## બાઈબલના સંદર્ભો:
* [1 કાળુવૃતાંત 10:13-14](rc://gu/tn/help/1ch/10/13)
* [પ્રેરિતોના કૃત્યો 17:26-27](rc://gu/tn/help/act/17/26)
* [હિબ્રુઓ 11:5-6](rc://gu/tn/help/heb/11/05)
* [લૂક 11:9-10](rc://gu/tn/help/luk/11/09)
* [ગીતશાસ્ત્ર 27:7-8](rc://gu/tn/help/psa/027/007)
## શબ્દ માહિતી:
* Strong's: H579, H1156, H1239, H1243, H1245, H1556, H1875, H2470, H2603, H2658, H2664, H2713, H3289, H7125, H7592, H7836, H8446, G327, G1567, G1934, G2052, G2212