gu_tw/bible/other/reward.md

3.5 KiB

બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર

વ્યાખ્યા:

“બદલો” શબ્દ વ્યક્તિએ જે કઈ સારું કે ખરાબ કર્યું છે તે કારણે તે જે પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. કોઈક વ્યક્તિને “બદલો” આપવો એટલે જે બાબત તે વ્યક્તિ પામવા માટે યોગ્ય છે તે તેને આપવી.

  • બદલો એક સારી અને હકારાત્મક બાબત હોય શકે, કે જે વ્યક્તિએ કશુંક સારું કર્યું છે તે કારણે અથવા તો તેણે ઈશ્વરનું આજ્ઞાપાલન કર્યું છે તે કારણે પ્રાપ્ત કરે છે.
  • કેટલીક વાર બદલો નકારાત્મક બાબતોનો ઉલ્લેખ કરી શકે છે કે જે ખરાબ વર્તનના પરિણામે હોય શકે એટલે કે જેમ “દુષ્ટોનો બદલો” વિધાન જણાવે છે તેમ હોય શકે છે.

આ સંદર્ભમાં “બદલો” તેઓના પાપી કાર્યોને લીધે તેઓ જે સજા અથવા તો નકારાત્મક પરિણામો પામે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભ અનુસાર, “બદલો” શબ્દનો અનુવાદ “ચુકવણી” અથવા તો “પામવા માટે યોગ્ય છે તે બાબત” અથવા તો “સજા” તરીકે કરી શકાય.
  • કોઈને “બદલો” આપવો તેનો અનુવાદ “ચૂકવી આપવું” અથવા તો “સજા કરવી” અથવા તો “જે યોગ્ય છે તે ચૂકવી આપવું” તરીકે થઈ શકે.
  • આ શબ્દનો અનુવાદ પગાર કે મજૂરીનો ઉલ્લેખ ના કરે તેનું ધ્યાન રાખો.

“બદલો” ખાસ રીતે કોઈ કામ કરવા બદલ નાણાં કમાવવા વિષે નથી.

(આ પણ જૂઓ: સજા કરવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H319, H866, H868, H1576, H1578, H1580, H4864, H4909, H4991, H5023, H6118, H6468, H6529, H7809, H7810, H7936, H7938, H7939, H7966, H7999, H8011, H8021, G469, G514, G591, G2603, G3405, G3406, G3408