gu_tw/bible/other/refuge.md

38 lines
5.0 KiB
Markdown

# આશ્રય, શરણાર્થી, શરણાર્થીઓ, આશ્રયસ્થાન, આશ્રયસ્થાનો, આશ્રય લીધેલું, આશ્રય લેતું
## વ્યાખ્યા:
“આશ્રય” શબ્દ સલામતી અને સુરક્ષાની જગા અથવા પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે.
“શરણાર્થી” સલામત જગા શોધનાર વ્યક્તિ છે.
“આશ્રયસ્થાન” વાતાવરણ અને જોખમોથી રક્ષણ કરી શકે એવી જગાનો ઉલ્લેખ કરે છે.
* બાઇબલમાં, ઈશ્વરને ઘણી વાર આશ્રયસ્થાન તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે કે જ્યાં તેમના લોકો સલામત અને સુરક્ષિત રહી શકે અને તેમની કાળજી લેવામાં આવે.
* જૂના કરારમાં “આશ્રયસ્થાનનું શહેર” શબ્દસમૂહ કેટલાક શહેરોમાંના એકનો ઉલ્લેખ કરે છે જ્યાં જે વ્યક્તિએ અકસ્માતે કોઇની હત્યા કરી હોય તો તેનો બદલો લેવા હુમલો કરતા લોકોથી રક્ષણ પામવા જઇ શકે.
* “આશ્રયસ્થાન” ઘણી વાર એક છત કે ઇમારત જેવુ ભૌતિક માળખું છે કે જે લોકો કે પ્રાણીઓ માટે રક્ષણ પૂરું પાડે છે.
* કેટલીક વાર “આશ્રયસ્થાન” નો અર્થ “રક્ષણ” થાય છે, જેમ કે લોતે કહ્યું કે તેના મહેમાનો તેની છત “નીચે આશ્રય” પામ્યા હતા.
તે જણાવતો હતો કે તેઓ સુરક્ષિત રહેવા જોઈએ કારણ કે તે પોતાના પરિવારના સદસ્યો તરીકે તેઓનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવતો હતો.
## અનુવાદ માટેના સૂચનો:
* “આશ્રયસ્થાન” શબ્દનો અનુવાદ “સુરક્ષિત જગા” અથવા તો “રક્ષણની જગા” તરીકે કરી શકાય.
* “શરણાર્થીઓ” એવા લોકો છે જેઓ જોખમી પરિસ્થિતીથી બચવા પોતાના ઘર છોડી દે છે અને તેનો અનુવાદ “પરદેશી,” ઘરવિહોણા લોકો” કે “નિર્વાસિતો” તરીકે કરી શકાય.
* સંદર્ભ અનુસાર, “આશ્રયસ્થાન” શબ્દનો અનુવાદ “રક્ષણ કરતી બાબત” અથવા તો “રક્ષણ” અથવા તો “સુરક્ષિત જગા” તરીકે કરી શકાય.
* જો તે ભૌતિક માળખાનો ઉલ્લેખ કરતું હોય તો, “આશ્રયસ્થાન” નો અનુવાદ “રક્ષણ આપતી ઇમારત” અથવા તો “સલામતીનું ઘર” તરીકે પણ કરી શકાય.
* “સુરક્ષિત આશ્રયસ્થાનમાં” શબ્દસમૂહનો અનુવાદ “સુરક્ષતિ જગામાં” અથવા તો “એવી જગામાં કે જ્યાં રક્ષણ મળશે” તરીકે કરી શકાય.
* “શરણ મેળવવું” અથવા તો “શરણ લેવું” અથવા તો “આશ્રય લેવો” નો અનુવાદ “સુરક્ષિત જગા મેળવવી” અથવા તો “પોતાની જાતને સુરક્ષિત જગામાં રાખવી” તરીકે કરી શકાય.
## બાઇબલના સંદર્ભો:
* [2 શમુએલ 22:3-4](rc://gu/tn/help/2sa/22/03)
* [પુનર્નિયમ 32:37-38](rc://gu/tn/help/deu/32/37)
* [યશાયા 23:13-14](rc://gu/tn/help/isa/23/13)
* [યર્મિયા 16:19-21](rc://gu/tn/help/jer/16/19)
* [ગણના 35:24-25](rc://gu/tn/help/num/35/24)
* [ગીતશાસ્ત્ર 46:1-3](rc://gu/tn/help/psa/046/001)
* [ગીતશાસ્ત્ર 28:6-8](rc://gu/tn/help/psa/028/006)
## શબ્દ માહિતી:
* Strong's: H2620, H4268, H4498, H4585, H4733, H4869