gu_tw/bible/other/reed.md

1.9 KiB

બરુ, બરુઓ

તથ્યો:

“બરુ” શબ્દ લાંબી દાંડીવાળા છોડનો ઉલ્લેખ કરે છે કે જે પાણીમાં અને સામાન્ય રીતે નદી કે ઝરણાના કિનારે ઊગે છે.

  • નાઇલ નદીમાંના બરુઓ કે જ્યાં મૂસાને છુપાવવામાં આવ્યો હતો તેઓને દાભના છોડ પણ કહેવામાં આવતા હતા.

તેઓ ઊંચી પોલી દાંડીઓ હતી કે જેઓ નદીના પાણીમાં ભરાવદાર ઝૂંડોમાં ઊગતી હતી.

  • પ્રાચીન ઈજીપ્તમાં આ રેસાવાળા છોડનો ઉપયોગ કાગળ, ટોપલીઓ અને હોડીઓ બનાવવા કરવામાં આવતો હતો.
  • બરુના છોડની દાંડી લચીલી અને પવન દ્વારા સરળતાથી વળી જાય તેવી હોય છે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)

(આ પણ જૂઓ: ઈજિપ્ત, મૂસા, નાઇલ નદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H98, H100, H260, H5488, H6169, H7070, G2063, G2563