gu_tw/bible/other/qualify.md

30 lines
2.7 KiB
Markdown

# લાયક બનવું, લાયક બનાવેલ, અયોગ્ય ઠરેલું
## વ્યાખ્યા:
“લાયક થવું” શબ્દ ખાસ લાભ પ્રાપ્ત કરવાનો હક મેળવવો અથવા તો ખાસ કૌશલ્યો ધરાવવા માટે જાણીતા થવાનો ઉલ્લેખ કરે છે.
* એક વ્યક્તિ જેણે કોઈ ખાસ કાર્ય માટે “લાયકાત મેળવેલ” છે તેની પાસે તે કાર્ય કરવા જરૂરી કૌશલ્યો અને તાલીમ છે.
* પાઉલ પ્રેરિતે તેના ક્લોસ્સીઓની મંડળીને લખેલા પત્રમાં લખ્યું કે ઈશ્વર પિતાએ વિશ્વાસીઓને પોતાના પ્રકાશના રાજ્યમાં ભાગીદાર થવા “લાયક બનાવ્યા” છે.
તેનો અર્થ એ થાય છે કે ઈશ્વરે તેઓને ઈશ્વર પારાયણ જીવનો જીવવા જરૂરી બધી જ બાબતો આપી છે.
* વિશ્વાસી મનુષ્ય ઈશ્વરના રાજ્યનો ભાગીદાર બનવાનો હક કમાઈ શકતો નથી.
ઈશ્વરે તેને ખ્રિસ્તના રક્ત દ્વારા છોડાવ્યો છે તે કારણે તેને ફક્ત લાયક બનાવવામાં આવે છે.
## અનુવાદ માટેના સૂચનો:
* સંદર્ભ અનુસાર, “લાયક બનાવેલ” નો અનુવાદ “તૈયાર કરેલ” અથવા તો “કૌશલ્ય સજ્જ” અથવા તો “સક્ષમ બનાવેલ” તરીકે કરી શકાય.
* કોઈને “લાયક બનાવવા” નો અર્થ તેને “તૈયાર કરવો” અથવા તો “સક્ષમ કરવો” અથવા તો “સશક્ત કરવો” તરીકે કરી શકાય.
(આ જૂઓ: [ક્લોસ્સે](../names/colossae.md), [ઈશ્વરપરાયણ](../kt/godly.md), [રાજ્ય](../other/kingdom.md), [પ્રકાશ](../other/light.md), [પાઉલ](../names/paul.md), [છોડવવું](../kt/redeem.md))
## બાઇબલના સંદર્ભો:
* [દાનિયેલ 1:3-5](rc://gu/tn/help/dan/01/03)
## શબ્દ માહિતી:
* Strong's: H3581