gu_tw/bible/other/punish.md

54 lines
6.9 KiB
Markdown

# શિક્ષા કરવી, શિક્ષા કરે છે, શિક્ષા કરી, શિક્ષા કરતું, શિક્ષા , શિક્ષા નહીં કરેલું
## વ્યાખ્યા:
“શિક્ષા કરવી” શબ્દનો અર્થ કશું ખોટું કરવા માટે વ્યક્તિ નકારાત્મક પરિણામ ભોગવે તેવું કરવું તેવો થાય છે.
“શિક્ષા” શબ્દ તે ખોટા વ્યવહારના ફળ સ્વરૂપે આપવામાં આવેલા નકારાત્મક પરિણામનો ઉલ્લેખ કરે છે.
* ઘણી વાર શિક્ષા પાછળનો ઉદ્દેશ્ય વ્યક્તિને પાપ કરવાથી રોકવા પ્રોત્સાહિત કરવાનો હોય છે.
* જ્યારે ઇઝરાયલીઓએ ઈશ્વરની આજ્ઞા પાળી નહીં, અને ખાસ કરીને જ્યારે તેઓએ જૂઠા દેવોની પૂજા કરી ત્યારે તેઓએ તેમને શિક્ષા કરી.
તેઓના પાપોને કારણે ઈશ્વરે તેઓના શત્રુઓને તેઓ પર હુમલા કરવા દીધા અને બંદી બનાવવા દીધા.
* ઈશ્વર ન્યાયી અને નિષ્પક્ષ છે અને તેથી તેમણે પાપને શિક્ષા કરવી જ પડે.
દરેક મનુષ્યે ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે અને તે શિક્ષાને યોગ્ય છે.
* દરેક વ્યક્તિએ દરેક સમયે કરેલી દરેક દુષ્ટ બાબતો માટે ઈસુને શિક્ષા કરવામાં આવી હતી.
જો કે તેમણે કશું પણ ખોટું કર્યું ન હતું અને તેના માટે તેમને શિક્ષા થાય તે યોગ્ય ન હતું તો પણ, ઈસુએ દરેક વ્યક્તિની શિક્ષા પોતા પર ભોગવી.
* “શિક્ષા ન થવી” અને “શિક્ષા કર્યા વગર છોડી દેવું” અભિવ્યક્તિઓનો અર્થ લોકોને તેઓના દુષ્કૃત્યો બદલ શિક્ષા ન કરવા નિર્ણય કરવો તેવો થાય છે.
ઈશ્વર ઘણી વાર પાપની શિક્ષા કરતાં નથી કારણ કે લોકો પશ્ચાતાપ કરે તેની તેઓ રાહ જૂએ છે.
(આ જૂઓ: [ન્યાયી](../kt/justice.md), [પશ્ચાતાપ કરવો](../kt/repent.md), [ન્યાયી](../kt/righteous.md), [પાપ](../kt/sin.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 યોહાન 4:17-18](rc://gu/tn/help/1jn/04/17)
* [2 થેસ્સલોનિકી 1:9-10](rc://gu/tn/help/2th/01/09)
* [પ્રેરિતોનાં કૃત્યો 4:21-22](rc://gu/tn/help/act/04/21)
* [પ્રેરિતોનાં કૃત્યો 7:59-60](rc://gu/tn/help/act/07/59)
* [ઉત્પત્તિ 4:13-15](rc://gu/tn/help/gen/04/13)
* [લૂક 23:15-17](rc://gu/tn/help/luk/23/15)
* [માથ્થી 25:44-46](rc://gu/tn/help/mat/25/44)
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[13:7](rc://gu/tn/help/obs/13/07)__ ઈશ્વરે બીજા પણ ઘણા કાનૂનો અને નિયમો પાળવા માટે આપ્યા.
જો લોકો તે કાનૂનો પાળે તો, ઈશ્વરે વચન આપ્યું કે તેઓ તેમને આશીર્વાદ આપશે અને રક્ષણ કરશે.
જો લોકો તેનો અનાદર કરે તો ઈશ્વર તેઓને __શિક્ષા કરશે.__
* __[16:2](rc://gu/tn/help/obs/16/02)__ ઇઝરાયલીઓએ ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરવાનું ચાલ્યું રાખ્યું માટે, ઈશ્વરે તેઓના શત્રુઓ તેઓને હરાવે એવું કરીને તેઓને __શિક્ષા કરી__.
* __[19:16](rc://gu/tn/help/obs/19/16)__ પ્રબોધકોએ લોકોને ચેતવણી આપી કે જો તેઓ દુષ્ટતા કરવાનું બંધ કરીને ઈશ્વરનું આજ્ઞાપાલન નહીં કરે તો, ઈશ્વર દોષિત તરીકે તેઓનો ન્યાય કરશે અને તેઓને __શિક્ષા કરશે.__
* __[48:6](rc://gu/tn/help/obs/48/06)__ ઈસુ સંપૂર્ણ પ્રમુખ યાજક હતા કારણ કે તેઓએ દરેક વ્યક્તિએ દરેક સમયે કરેલા દરેક પાપની __શિક્ષા__ ભોગવી.
* __[48:10](rc://gu/tn/help/obs/48/10)__ જ્યારે કોઈ વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરે છે ત્યારે, ઈસુનું રક્ત તે વ્યક્તિના પાપ દૂર કરે છે અને તેના પરથી ઈશ્વરની __શિક્ષા__ દૂર કરાય છે.
* __[49:9](rc://gu/tn/help/obs/49/09)__ પણ ઈશ્વરે દુનિયાની દરેક વ્યક્તિને એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપ્યો કે જેથી જે કોઈ વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરે તેને તેના પાપ માટે __શિક્ષા ન થાય__ પણ તે વ્યક્તિ સદાકાળને માટે ઈશ્વર સાથે રહેશે.
* __[49:11](rc://gu/tn/help/obs/49/11)__ ઈસુએ કદાપિ પાપ કર્યું નહોતું, પણ તેમણે તમારા અને દુનિયાની દરેક વ્યક્તિના પાપો દૂર કરવા __શિક્ષા પામવા__ અને સંપૂર્ણ બલિદાન તરીકે મરવા પસંદ કર્યું.
## શબ્દ માહિતી:
* Strong's: H3027, H3256, H4148, H4941, H5221, H5414, H6031, H6064, H6213, H6485, H7999, H8199, G1349, G1556, G1557, G2849, G3811, G5097