gu_tw/bible/other/proud.md

51 lines
5.6 KiB
Markdown

# અભિમાની, અભિમાનથી, અભિમાન, ગર્વિષ્ઠ
## વ્યાખ્યા:
“અભિમાની” અને “ગર્વિષ્ઠ” શબ્દો પોતાના વિષે ખૂબ જ ઊંચું વિચારતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, અને ખાસ કરીને બીજાઓ કરતાં પોતાને સારી માનનાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે.
* અભિમાની વ્યક્તિ ઘણી વાર તેના પોતાના દોષ સ્વીકારતી નથી.
તે નમ્ર હોતી નથી.
* અભિમાન જુદીજુદી રીતે ઈશ્વરનું આજ્ઞાપાલન ન કરવામાં દોરી શકે.
* “અભિમાની” અને “અભિમાન” શબ્દોનો ઉપયોગ હકારાત્મક રીતે પણ કરી શકાય છે, જેમ કે કોઈ વ્યક્તિએ જે સિદ્ધિ પ્રાપ્ત કરીએ છે તે વિષે “ગર્વ” હોવો અને પોતાના બાળકો વિષે “ગર્વ કરવો”.
“તમારા કાર્ય વિષે ગર્વ કરો” અભિવ્યક્તિનો અર્થ તમારા કાર્યને સારી રીતે કરવામાં આનંદ માનવો એવો થાય છે.
* કોઈ વ્યક્તિ તેણે જે કર્યું છે તે વિષે ગર્વિષ્ઠ થયા વગર ગર્વ કરી શકે છે.
કેટલીક ભાષાઓમાં “અભિમાન” ના આ બે વિભિન્ન અર્થો માટે બે જુદાજુદા શબ્દો છે.
* “ગર્વિષ્ઠ” શબ્દ હંમેશાં નકારાત્મક છે કે જેમાં “અહંકારી” કે “બડાઈખોર” કે “સ્વ-મહત્ત્વ” હોવાનો અર્થ સમાયેલો હોય છે.
## અનુવાદ માટેના સૂચનો:
* “અભિમાન” સંજ્ઞાનો અનુવાદ “અહંકાર” અથવા તો “ગુમાન” અથવા તો “સ્વ-મહત્ત્વ” તરીકે કરી શકાય.
* બીજા સંદર્ભોમાં, “ગર્વ” નો અનુવાદ “આનંદ” અથવા તો “સંતોષ” અથવા તો “પ્રસન્નતા” તરીકે કરી શકાય.
* “ના વિષે ગર્વ હોવો” નો અનુવાદ “થી આનંદિત હોવું” અથવા તો “થી સંતોષી હોવું” અથવા તો “(ની સિદ્ધિ વિષે) ખુશ હોવું” તરીકે પણ કરી શકાય.
* “તમારા કાર્ય વિશે ગર્વ કરો” શબ્દસમૂહનો અર્થ “તમારા કાર્યને સારી રીતે કરવામાં સંતોષ પામો” તરીકે કરી શકાય.
* “યહોવામાં ગર્વ કરો” અભિવ્યક્તિનો અનુવાદ “યહોવાએ કરેલી બધી જ અદભૂત બાબતો વિષે આનંદ કરો” અથવા તો “યહોવા કેટલા અદભૂત છે તે વિષે આનંદિત રહો” તરીકે પણ કરી શકાય.
(આ જૂઓ: [અહંકારી](../other/arrogant.md), [નમ્ર](../kt/humble.md), [આનંદ](../other/joy.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 તિમોથી 3:6-7](rc://gu/tn/help/1ti/03/06)
* [2 કરિંથી 1:12-14](rc://gu/tn/help/2co/01/12)
* [ગલાતી 6:3-5](rc://gu/tn/help/gal/06/03)
* [યશાયા 13:19-20](rc://gu/tn/help/isa/13/19)
* [લૂક 1:50-51](rc://gu/tn/help/luk/01/50)
## બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
* __[4:2](rc://gu/tn/help/obs/04/02)__ તેઓ ખૂબ જ __અભિમાની__ હતા અને ઈશ્વરે જે કહ્યું તેની તેઓએ પરવા કરી નહીં.
* __[34:10](rc://gu/tn/help/obs/34/10)__ પછી ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું, ઈશ્વરે કર ઉઘરાવનારની પ્રાર્થના સાંભળી અને તેને ન્યાયી જાહેર કર્યો.
પણ તેમણે ધાર્મિક આગેવાનની પ્રાર્થના પસંદ ન હતી.
જે કોઈ __અભિમાની__ છે તેને ઈશ્વર નીચો કરશે અને જે કોઈ પોતાને નમ્ર કરે છે તેને તેઓ ઊંચો કરશે.”
## શબ્દ માહિતી:
* Strong's: H1341, H1343, H1344, H1346, H1347, H1348, H1349, H1361, H1362, H1363, H1364, H1396, H1466, H1467, H1984, H2086, H2087, H2102, H2103, H2121, H3093, H3238, H3513, H4062, H1431, H4791, H5965, H7293, H7295, H7312, H7342, H7311, H7407, H7830, H8597, G212, G1391, G1392, G2744, G2745, G2746, G3173, G5187, G5229, G5243, G5244, G5308, G5309, G5426, G5450