gu_tw/bible/other/prostrate.md

3.4 KiB

દંડવત પ્રણામ, દંડવત પ્રણામ કર્યા

વ્યાખ્યા:

“દંડવત પ્રણામ” શબ્દનો અર્થ ઉંધા મોઢે જમીન પર સૂઈ જવું એવો થાય છે.

  • “દંડવત પ્રણામ કરવા” અથવા તો કોઇની સમક્ષ “દંડવત પ્રણામ કરવા” નો અર્થ કોઈ વ્યક્તિની આગળ અચાનક ખુબજ ઝૂકી જવું એવો થાય છે.
  • સામાન્ય રીતે “દંડવત પ્રણામ” ની અવસ્થા એક પ્રતિભાવ છે કે જે કંઈક ચમત્કારિક બનવાના કારણે આઘાત, આશ્ચર્ય અને આદરયુક્ત ભય દર્શાવે છે.

તે, જે વ્યક્તિની આગળ નમન કરવામાં આવે છે તે વ્યક્તિ પ્રત્યેનો આદર અને સન્માન પણ પ્રદર્શિત કરે છે.

  • દંડવત પ્રણામ એ ઈશ્વરની આરાધના કરવાની એક રીત પણ હતી.

જ્યારે ઈસુએ કોઈ ચમત્કાર કર્યો ત્યારે અથવા તો એક મહાન શિક્ષક તરીકે તેમનું બહુમાન કરવા લોકોએ ઘણી વાર તેમની પ્રત્યે આ રીતનો પ્રતિભાવ આપ્યો હતો.

  • સંદર્ભ અનુસાર, “દંડવત પ્રણામ કર્યા” નો અનુવાદ “જમીન સુધી મુખ નમાવતા ખૂબ ઝુકીને નમન કર્યું” અથવા તો “તેમની આગળ ઉંધા મોઢે પડીને તેમની આરાધના કરી” અથવા તો “આશ્ચર્ય પામીને જમીન પર પડીને નમન કર્યું” અથવા તો “આરાધના કરી” તરીકે કરી શકાય.
  • “દંડવત પ્રણામ નહીં કરીએ” શબ્દસમૂહનો અનુવાદ “આરાધના નહીં કરીએ” અથવા તો “આરાધનામાં ઉંધા મોઢે નહીં પડીએ” અથવા તો “નમન કરીને આરાધના નહીં કરીએ” તરીકે કરી શકાય.
  • “ની આગળ જાતે દંડવત પ્રણામ કરવા” નો અનુવાદ “આરાધના કરવી” અથવા તો “ની આગળ નમન કરવું” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: આદરયુક્ત ભય, નમન કરવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5307, H5457, H6440, H6915, H7812