gu_tw/bible/other/profane.md

2.4 KiB

ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટ કરતું

વ્યાખ્યા:

કોઈ બાબતને ભ્રષ્ટ કરવાનો અર્થ જે કશું પવિત્ર છે તેને અશુદ્ધ, પ્રદુષિત કે અનાદર કરતી રીતે વ્યવહાર કરવો એવો થાય છે.

  • ભ્રષ્ટ વ્યક્તિ એ છે કે જે અપવિત્ર અને ઈશ્વરનું અપમાન કરતી રીતે કાર્ય કરે છે.
  • “ભ્રષ્ટ કરવું” ક્રિયાપદનો અનુવાદ “કોઈ બાબત સાથે તે અપવિત્ર હોય તે રીતે વ્યવહાર કરવો” અથવા તો “કોઈ બાબત પ્રત્યે અનાદર દેખાડવો” અથવા તો “અપમાન” તરીકે કરી શકાય.
  • ઈશ્વરે ઇઝરાયલી લોકોને કહ્યું કે તેઓએ પોતાને મૂર્તિઓ દ્વારા “ભ્રષ્ટ” કર્યા હતા, જેનો અર્થ એ થતો હતો કે તે પાપ દ્વારા લોકો પોતાને “અશુદ્ધ” કે “અપમાનિત” કરતા હતા.

તેઓ ઈશ્વરનું અપમાન પણ કરતા હતા.

  • સંદર્ભ અનુસાર, “ભ્રષ્ટ” વિશેષણનો અનુવાદ “અપમાનકારક” અથવા તો “ઈશ્વરરહિત” અથવા તો “અપવિત્ર” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: અશુદ્ધ કરવું, પવિત્ર, શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2455, H2490, H2491, H2610, H2613, H5234, H8610, G952, G953