gu_tw/bible/other/praise.md

45 lines
5.0 KiB
Markdown

# સ્તુતિ કરવી, સ્તુતિ કરે છે, સ્તુતિ કરી, સ્તુતિ કરતા, સ્તુતિયોગ્ય
## વ્યાખ્યા:
કોઈ વ્યક્તિની સ્તુતિ કરવી એટલે તે વ્યક્તિ માટે પ્રશંસા તથા સન્માન વ્યક્ત કરવું.
* ઈશ્વર કેટલા મહાન છે તે કારણે અને જગતના સૃજનહાર તથા ઉદ્ધારક તરીકે તેઓએ જે આશ્ચર્યજનક બાબતો કરી છે તે કારણે લોકો તેમની સ્તુતિ કરે છે.
* ઈશ્વરની સ્તુતિમાં ઘણી વાર તેઓએ જે કર્યું છે તેના માટે આભાર માનવાનો સમાવેશ થાય છે.
* ઘણી વાર સંગીત અને ગાયનોનો ઉપયોગ ઈશ્વરની સ્તુતિ કરવાની રીત તરીકે થાય છે.
* ઈશ્વરની સ્તુતિ કરવી તે તેઓની આરાધના કરવાનો એક ભાગ છે.
* “સ્તુતિ કરવી” શબ્દસમૂહનો અનુવાદ “કોઈના વિષે સારું બોલવું” અથવા તો “શબ્દો દ્વારા ઉચ્ચ માન આપવું” અથવા તો “કોઈના વિષે સારી બાબતો કહેવી” તરીકે પણ કરી શકાય.
* “સ્તુતિ” સંજ્ઞાનો અનુવાદ “બોલાયેલ સન્માન” અથવા તો “માન આપતી વાણી” અથવા તો “કોઈના વિષે સારી બાબતો બોલાવી” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: [આરાધના](../kt/worship.md))
## બાઇબલના સંદર્ભો:
* [2 કાળવૃતાંત 1:3-4](rc://gu/tn/help/2co/01/03)
* [પ્રેરિતોનાં કૃત્યો 2:46-47](rc://gu/tn/help/act/02/46)
* [પ્રેરિતોનાં કૃત્યો 13:48-49](rc://gu/tn/help/act/13/48)
* [દાનિયેલ 3:28](rc://gu/tn/help/dan/03/28)
* [એફેસી 1:3-4](rc://gu/tn/help/eph/01/03)
* [ઉત્પત્તિ 49:8](rc://gu/tn/help/gen/49/08)
* [યાકૂબ 3:9-10](rc://gu/tn/help/jas/03/09)
* [યોહાન 5:41-42](rc://gu/tn/help/jhn/05/41)
* [લૂક 1:46-47](rc://gu/tn/help/luk/01/46)
* [લૂક 1:64-66](rc://gu/tn/help/luk/01/64)
* [લૂક 19:37-38](rc://gu/tn/help/luk/19/37)
* [માથ્થી 11:25-27](rc://gu/tn/help/mat/11/25)
* [માથ્થી 15:29-31](rc://gu/tn/help/mat/15/29)
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[12:13](rc://gu/tn/help/obs/12/13)__ ઇઝરાયલીઓએ તેમની નવી આઝાદીનો ઉત્સવ મનાવવા અને ઈશ્વરે તેમને ઈજીપ્તના સૈન્યથી બચાવ્યા હતા તે માટે તેમની __સ્તુતિ__ કરવા ઘણા ગીતો ગાયા.
* __[17:8](rc://gu/tn/help/obs/17/08)__ જ્યારે દાઉદે આ શબ્દો સાંભળ્યા ત્યારે, તેણે તરત જ ઈશ્વરનો આભાર માન્યો અને તેમની __સ્તુતિ__ કરી કારણ કે ઈશ્વરે દાઉદ માટે આ મહાન માન અને ઘણા આશીર્વાદોનું વચન આપ્યું હતું.
* __[22:7](rc://gu/tn/help/obs/22/07)__ ઝખાર્યાએ કહ્યું, “ઈશ્વરની __સ્તુતિ__ થાઓ, કારણ કે તેમણે પોતાના લોકોને યાદ કર્યા છે!
* __[43:13](rc://gu/tn/help/obs/43/13)__ તેઓએ (શિષ્યોએ) સાથે મળીને ઈશ્વરની __સ્તુતિ__ કરવામાં આનંદ માન્યો અને તેઓએ પોતાની પાસે જે કઈ હતું તે એકબીજા સાથે વહેચ્યું.
* __[47:8](rc://gu/tn/help/obs/47/08)__ તેઓએ પાઉલ તથા સિલાસને જેલના સૌથી સુરક્ષિત ભાગમાં રાખ્યા અને તેઓના પગોને પણ બેડીઓમાં જકડ્યા.
તો પણ મધ્યરાત્રિએ, તેઓ ઈશ્વરની __સ્તુતિના__ ગીતો ગાઈ રહ્યા હતા.
## શબ્દ માહિતી:
* Strong's: H1319, H6953, H7121, H7150, G1229, G1256, G2097, G2605, G2782, G2783, G2784, G2980, G3853, G3955, G4283, G4296