gu_tw/bible/other/pledge.md

25 lines
2.4 KiB
Markdown

# પ્રતિજ્ઞા, જમાનત, પ્રતિજ્ઞા કરી, પ્રતિજ્ઞા કરે છે
## વ્યાખ્યા:
“પ્રતિજ્ઞા” શબ્દ ઔપચારિક રીતે અને ગંભીરતાપૂર્વક કઇંક કરવાનું કે આપવાનું વચન આપવાનો ઉલ્લેખ કરે છે.
* જૂના કરારમાં, ઇઝરાયલના અધિકારીઓએ દાઉદ રાજા પ્રત્યે વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
* જ્યારે પ્રતિજ્ઞા પૂરી કરવામાં આવે ત્યારે જે વસ્તુને જમાનત તરીકે આપવામાં આવી હોય તે વસ્તુને તેના માલિકને પાછી આપવામાં આવે છે.
* “પ્રતિજ્ઞા કરવી” નો અનુવાદ “ઔપચારિક રીતે વચન આપવું” અથવા તો “દ્રઢતાપૂર્વક વચન આપવું” તરીકે કરી શકાય.
* “જમાનત” શબ્દ દેવું ચૂકવી આપવામાં આવશે તેની બાંયધરી અથવા તો ખાતરીરૂપે આપવામાં આવેલી વસ્તુનો ઉલ્લેખ પણ કરી શકે છે.
* “પ્રતિજ્ઞા” નો અનુવાદ સંદર્ભ અનુસાર “ગંભીર વચન” અથવા તો “ઔપચારિક સમર્પણ” અથવા તો “બાંયધરી” અથવા તો “ઔપચારિક ભરોસો” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: [ખાતરીદાયક વચન](../kt/promise.md), [પ્રતિજ્ઞા](../other/oath.md), [શપથ](../kt/vow.md))
## બાઇબલના સંદર્ભો:
* [2 કાળવૃતાંત 5:4-5](rc://gu/tn/help/2co/05/04)
* [નિર્ગમન 22:25-27](rc://gu/tn/help/exo/22/25)
* [ઉત્પત્તિ 38:17-18](rc://gu/tn/help/gen/38/17)
* [નહેમ્યા 10:28-29](rc://gu/tn/help/neh/10/28)
## શબ્દ માહિતી:
* Strong's: H781, H2254, H2258, H5667, H5671, H6148, H6161, H6162