gu_tw/bible/other/plague.md

28 lines
2.4 KiB
Markdown

# મરકી, મરકીઓ
## વ્યાખ્યા:
મરકીઓ એવી ઘટનાઓ છે કે જેઓ મોટી સંખ્યામાં લોકોમાં પીડા અને મૃત્યુ ઉપજાવે છે.
ઘણી વાર મરકી એ એવો રોગ છે જે ઝડપથી ફેલાય છે અને તેને અટકાવી શકાય તે અગાઉ ઘણા લોકોના મૃત્યુમાં પરિણામે છે.
* ઘણી મરકીઓ પાછળ કુદરતી કારણો હોય છે પણ કેટલીક મરકીઓ લોકોને તેઓના પાપને કારણે સજા કરવા ઈશ્વર તરફથી મોકલવામાં આવી હતી.
* મૂસાના સમયમાં, ફારૂન ઇઝરાયલીઓને ઈજિપ્તમાંથી જવા દે તે માટે તેના પર દબાણ લાવવા ઈશ્વરે ઈજિપ્ત વિરુદ્ધ દસ મરકીઓ મોકલી હતી.
આ મરકીઓમાં પાણીનું લોહી બનવું, શારીરિક રોગો, જીવાત અને કરા દ્વારા પાકનો નાશ, ત્રણ દિવસનો સંપૂર્ણ અંધકાર અને પ્રથમજનિત પુત્રોના મૃત્યુનો સમાવેશ થાય છે.
* આનો અનુવાદ સંદર્ભ અનુસાર “વ્યાપક આપત્તિઓ” અથવા તો “વ્યાપક રોગો” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: [કરા](../other/hail.md), [ઇઝરાયલ](../kt/israel.md), [મૂસા](../names/moses.md), [ફારૂન](../names/pharaoh.md))
## બાઇબલના સંદર્ભો:
* [2 શમુએલ 24:13-14](rc://gu/tn/help/2sa/24/13)
* [નિર્ગમન 9:13-14](rc://gu/tn/help/exo/09/13)
* [ઉત્પત્તિ 12:17-20](rc://gu/tn/help/gen/12/17)
* [લૂક 21:10-11](rc://gu/tn/help/luk/21/10)
* [પ્રકટીકરણ 9:18-19](rc://gu/tn/help/rev/09/18)
## શબ્દ માહિતી:
* Strong's: H1698, H4046, H4194, H4347, H5061, H5062, H5063, G3061, G3148, G4127