gu_tw/bible/other/pig.md

36 lines
2.4 KiB
Markdown

# ભૂંડ, ભૂંડો, ડુક્કરનું માંસ, ભૂંડણ
## વ્યાખ્યા:
ભૂંડ એ ચાર પગવાળું, ખરીવાળું પ્રાણી છે કે જે માંસ માટે પાળવમાં આવે છે.
તેનું માંસ “ડુક્કરનું માંસ” (અંગ્રેજીમાં “પોર્ક”) કહેવામાં આવે છે.
ભૂંડો તથા તેમના સંબંધિત પ્રાણીઓ માટે “ભૂંડણ” એ સામાન્ય શબ્દ છે.
* ઈશ્વરે ઇઝરાયલીઓને ભૂંડનું માંસ ન ખાવા અને તેને અશુદ્ધ ગણવા જણાવ્યું.
યહૂદીઓ આજે પણ ભૂંડને અશુદ્ધ ગણે છે અને તેનું માંસ ખાતા નથી.
* ભૂંડોને તેમના માંસ માટે લોકોને વેચવા ખેતરોમાં પાળવામાં આવે છે.
* એક એવા પ્રકારનું ભૂંડ હોય છે કે જેને ખેતરમાં પાળવામાં આવતું નથી પણ તે જંગલમાં રહે છે કે જેને “જંગલી સૂવર” કહેવામા આવે છે.
જંગલી સૂવરોને મોટો અણીદાર દાંત હોય છે અને તેઓને ખૂબ જ ભયાનક પ્રાણી માનવામાં આવે છે.
* કેટલીક વાર મોટા ભૂંડોનો ઉલ્લેખ “ડુક્કરો” તરીકે કરવામાં આવે છે.
(આ પણ જૂઓ: [કેવી રીતે અજ્ઞાત બાબતોનો અનુવાદ કરવો](rc://gu/ta/man/translate/translate-unknown)
(આ પણ જૂઓ: [શુદ્ધ](../kt/clean.md))
## બાઇબલના સંદર્ભો:
* [2 પિતર 2:20-22](rc://gu/tn/help/2pe/02/20)
* [માર્ક 5:11-13](rc://gu/tn/help/mrk/05/11)
* [માથ્થી 7:6](rc://gu/tn/help/mat/07/06)
* [માથ્થી 8:30-32](rc://gu/tn/help/mat/08/30)
## શબ્દ માહિતી:
* Strong's: H2386, G5519