gu_tw/bible/other/memorialoffering.md

34 lines
2.8 KiB
Markdown

# સ્મારક, સ્મારક અર્પણ
## વ્યાખ્યા:
“સ્મારક” શબ્દ એક કાર્ય અથવા તો વસ્તુનો ઉલ્લેખ કરે છે કે જે કોઈક વ્યક્તિ કે બાબતને યાદ કરાવે છે.
* આ શબ્દને કોઈક બાબતને વર્ણવવા એક વિશેષણ તરીકે પણ વાપરવામાં આવે છે કે જે બાબત તેમને કશુંક યાદ કરાવે, જેમ કે “સ્મારક અર્પણ”નો “સ્મારક ભાગ” કે “સ્મારક પાષાણો”.
* જૂના કરારમાં સ્મારક અર્પણો ચડાવવામાં આવતા હતા કે જેથી ઇઝરાયલીઓ ઈશ્વરે તેઓના માટે જે કર્યું હતું તે યાદ રાખે.
* ઈશ્વરે ઇઝરાયલી યાજકોને વિશિષ્ટ વસ્ત્રો પહેરવા કહ્યું કે જેમાં સ્મારક પાષાણો જડેલા હતા.
આ પાષાણો પર ઇઝરાયલના બાર કુળોના નામ કોતરેલા હતા.
તેઓ કદાચને ઈશ્વરનું તેઓ પ્રત્યેનું વિશ્વાસુપણું યાદ કરાવવા માટે હતા.
* નવા કરારમાં, ઈશ્વરે કર્નેલિયસ નામના માણસને તેના ગરીબો પ્રત્યેના પરોપકારના કાર્યોને કારણે માન આપ્યું.
આ કાર્યોને ઈશ્વર સમક્ષ “સ્મારક” તરીકે જણાવ્યા હતા.
## અનુવાદ માટેના સૂચનો:
* આનો અનુવાદ “કાયમી યાદગીરી” તરીકે પણ કરી શકાય.
* “યાદગીરીનો પથ્થર”નો અનુવાદ “તેઓને કંઈક યાદ કરાવવાનો પથ્થર” તરીકે કરી શકાય.
## બાઇબલના સંદર્ભો:
* [પ્રેરિતોના કૃત્યો 10:3-6](rc://gu/tn/help/act/10/03)
* [નિર્ગમન 12:12-14](rc://gu/tn/help/exo/12/12)
* [યશાયા 66:3](rc://gu/tn/help/isa/66/03)
* [યહોશુઆ 4:6-7](rc://gu/tn/help/jos/04/06)
* [લેવીય 23:23-25](rc://gu/tn/help/lev/23/23)
## શબ્દ માહિતી:
* Strong's: H2142, H2146, G3422