gu_tw/bible/other/mediator.md

34 lines
2.4 KiB
Markdown

# મધ્યસ્થ
## વ્યાખ્યા:
મધ્યસ્થ એક વ્યક્તિ છે કે જે બે કે તેથી વધુ લોકોને તેમના એકબીજા સાથેના મતભેદો અથવા તો ઝગડાઓ ઉકેલવામાં મદદ કરે છે.
તે તેઓને સમાધાન કરવા મદદ કરે છે.
* લોકોએ પાપ કર્યું છે તે કારણે, તેઓ ઈશ્વરના શત્રુઓ છે અને તેમના ક્રોધ તથા શિક્ષાને લાયક છે.
પાપને કારણે ઈશ્વર તથા તેમના લોકો વચ્ચેનો સંબંધ તૂટી ગયો છે.
* ઈશ્વરપિતા અને તેમના લોકો વચ્ચે ઈસુ મધ્યસ્થ છે એટલે કે પાપનો બદલો ભરવા પોતાના મૃત્યુ દ્વારા તેઓ તૂટેલા સંબંધને પુન:સ્થાપિત કરે છે.
## અનુવાદ માટેના સૂચનો:
* “મધ્યસ્થ” શબ્દનો અનુવાદ “વચ્ચે પડનાર વ્યક્તિ” અથવા તો “સમાધાન કરાવનાર વ્યક્તિ” અથવા તો “શાંતિ કરાવનાર વ્યક્તિ” એ રીતે કરી શકાય.
* “યાજક” શબ્દનો અનુવાદ જે રીતે કરવામાં આવ્યો છે તેની સાથે આ શબ્દને સરખાવો.
જો “મધ્યસ્થ” શબ્દનો અનુવાદ અલગ રીતે કરવામાં આવે તો તે શ્રેષ્ઠ રહેશે.
(આ પણ જૂઓ: [યાજક](../kt/priest.md), [સમાધાન કરવું](../kt/reconcile.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 તિમોથી 2:5-7](rc://gu/tn/help/1ti/02/05)
* [ગલાતી 3:19-20](rc://gu/tn/help/gal/03/19)
* [હિબ્રૂ 8:6-7](rc://gu/tn/help/heb/08/06)
* [હિબ્રૂ 12:22-24](rc://gu/tn/help/heb/12/22)
* [લૂક 12:13-15](rc://gu/tn/help/luk/12/13)
## શબ્દ માહિતી:
* Strong's: H3887, G3312, G3316