gu_tw/bible/other/lowly.md

26 lines
1.8 KiB
Markdown

# નિમ્ન, નીચુ, નિમ્નતા
## વ્યાખ્યા:
"નિમ્ન" અને "નિમ્નતા" શબ્દો ગરીબ અથવા નીચી સ્થિતિ હોવાનો ઉલ્લેખ કરે છે.
નિમ્ન હોવાનો અર્થ નમ્ર હોવાનો અર્થ પણ હોઈ શકે છે.
* ઈસુએ મનુષ્ય બનવાના અને બીજાઓની સેવા કરવાના નિમ્ન પદ સુધી પોતાને નમ્ર કર્યા.
* તેમનો જન્મ નિમ્ન હતો કારણ કે તેમનો જન્મ મહેલમાં નહીં પણ જ્યાં પ્રાણીઓને રાખવામાં આવ્યા હતા એવા સ્થળે થયો હતો.
* નમ્ર વલણ ગર્વનું વિરોધી વલણ છે.
* "નિમ્ન"નું ભાષાંતર કરવાની રીતમાં "નમ્ર" અથવા "નીચા દરજ્જાનું" અથવા "બિનમહત્વપૂર્ણ" શામેલ હોઈ શકે છે.
* "નિમ્નતા" શબ્દનો અનુવાદ "વિનમ્રતા" અથવા "ઓછું મહત્વ" પણ થઈ શકે છે.
(આ પણ જુઓ: [નમ્ર](../kt/humble.md), [ગર્વ](../other/proud.md))
## બાઇબલના સંદર્ભો:
* [પ્રેરિતોનાં કૃત્યો 20:17-21](rc://gu/tn/help/act/20/17)
* [હઝકિયેલ 17:13-14](rc://gu/tn/help/ezk/17/13)
* [લુક 1:48-49](rc://gu/tn/help/luk/01/48)
* [રોમન 12:14-16](rc://gu/tn/help/rom/12/14)
## શબ્દ માહિતી:
* Strong's: H6041, H6819, H8217, G5011, G5012, G5014