gu_tw/bible/other/light.md

49 lines
4.9 KiB
Markdown

# પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ
## વ્યાખ્યા:
બાઈબલમાં અનેક અલંકારિક ઉપયોગો "પ્રકાશ" શબ્દ માટે છે.
તે ઘણીવાર ન્યાયીપણું, પવિત્રતા, અને સત્યતાના રૂપક તરીકે વાપરવામાં આવે છે. (જુઓ: [રૂપક](rc://gu/ta/man/translate/figs-metaphor)
* ઈસુએ કહ્યું, "હું જગતનો પ્રકાશ/અજવાળું છું" એ દર્શાવવા માટે કે તેઓ ઈશ્વરનો સાચો સંદેશ જગતમાં લાવે છે અને લોકોને તેમના પાપોના અંધકારમાથી છોડવે છે.
* ખ્રિસ્તી લોકોને "પ્રકાશમાં ચાલવા" આજ્ઞા આપવામાં આવી છે, જેનો અર્થ તેઓ ઈશ્વર ચાહે છે તે રીતે જીવન જીવે અને દુષ્ટતાને ટાળે.
* પ્રેરિત યોહાને નોંધ્યું કે "ઈશ્વર પ્રકાશ" છે અને તેમનામા કંઈ પણ અંધકાર નથી.
* પ્રકાશ અને અંધકાર સંપૂર્ણપણે વિપરીત છે.
અંધકાર એ સર્વ પ્રકાશની ગેરહાજરી છે.
* ઈસુએ કહ્યું કે તેઓ "જગતના પ્રકાશ હતા" અને તેમના શિષ્યોએ જગતમાં પ્રકાશની જેમ પ્રકાશિત થવું જોઈએ એવી રીતે જીવીને કે જે સપ્શ્ત બતાવે કે ઈશ્વર કેટલા મહાન છે.
* "પ્રકાશમાં ચાલવું" એ એવી રીતે જીવવું કે જે ઈશ્વરને પસંદ પડે છે, જે ખરું અને સાચું છે તે કરવું તેનું પ્રતિનિધિત્વ કરે છે.
અંધકારમાં ચાલવું એ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારીને જીવવું, દુષ્ટ બાબતો કરવી તેનું પ્રતિનિધિત્વ કરે છે.
## અનુવાદ માટેના સૂચનો:
* અનુવાદ કરતી વખતે, જ્યારે તેનો અર્થાલંકારિક રીતે ઉપયોગ થયો હોય તોપણ એ મહત્વનુ છે કે "પ્રકાશ" અને "અંધકાર" ના શાબ્દિક શબ્દો જ રાખવા.
* લખાણમાં તેની સરખામણી સમજાવવી એ જરૂરી બની શકે.
ઉદાહરણ તરીકે, "પ્રકાશના સંતાનોની જેમ ચાલો" નું અનુવાદ "ન્યાયી રીતે જીવો, જાણે કોઈક તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતું હોય" એમ કરી શકાય.
* એ ધ્યાનમાં રાખો કે "પ્રકાશ" નું અનુવાદ વસ્તુનો ઉલ્લેખ કરતો નથી જે પ્રકાશ આપે છે, જેમ કે દીવો.
આ શબ્દનું અનુવાદ પોતે જ પ્રકાશનો ઉલ્લેખ કરતો હોવો જોઈએ.
(આ પણ જુઓ: [અંધકાર](../other/darkness.md), [પવિત્ર](../kt/holy.md), [ન્યાયી](../kt/righteous.md), [સત્ય](../kt/true.md))
## બાઈબલના સંદર્ભો:
* [1 યોહાન 1:5-7](rc://gu/tn/help/1jn/01/05)
* [1 યોહાન 2:7-8](rc://gu/tn/help/1jn/02/07)
* [2 કરિંથીઓ 4:5-6](rc://gu/tn/help/2co/04/05)
* [પ્રેરિતોના કૃત્યો 26:15-18](rc://gu/tn/help/act/26/15)
* [યશાયા 2:5-6](rc://gu/tn/help/isa/02/05)
* [યોહાન 1:4-5](rc://gu/tn/help/jhn/01/04)
* [માથ્થી 5:15-16](rc://gu/tn/help/mat/05/15)
* [માથ્થી 6:22-24](rc://gu/tn/help/mat/06/22)
* [નહેમ્યા 9:12-13](rc://gu/tn/help/neh/09/12)
* [પ્રકટીકરણ 18:23-24](rc://gu/tn/help/rev/18/23)
## શબ્દ માહિતી:
* Strong's: H216, H217, H3313, H3974, H4237, H5051, H5094, H5105, H5216, H6348, H7052, H7837, G681, G796, G1645, G2985, G3088, G5338, G5457, G5458, G5460, G5462