gu_tw/bible/other/kingdom.md

61 lines
6.9 KiB
Markdown

# રાજ્ય, રાજ્યો
## વ્યાખ્યા:
રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે.
તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.
* રાજ્ય કોઈપણ ભૌગોલિક આકારનું હોય શકે.
રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.
* "રાજ્ય" શબ્દ એ આત્મિક શાસન કે સત્તાનો ઉલ્લેખ કરી શકે, જેમ "ઈશ્વરના રાજ્ય" ના શબ્દમાં છે તેમ.
* ઈશ્વર સર્વ સર્જનના શાસક છે, પરંતુ "ઈશ્વરનું રાજ્ય" શબ્દ જેઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો છે અને જેઓ તેમની સત્તાને તાબે થયા છે તેઓ પર તેમના શાસન અને સત્તાનો ખાસ કરીને ઉલ્લેખ કરે છે.
* શેતાન પાસે પણ "રાજ્ય" છે એવી પણ વાત બાઇબલ કરે છે જેમાં તે આ પૃથ્વી પર ઘણી બાબતો પર ક્ષણિક રીતે રાજ કરે છે.
તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.
## અનુવાદ માટેના સૂચનો:
* જ્યારે ભૌતિક વિસ્તાર જે પર રાજા દ્વારા શાસન કરવામાં આવતું હોય તેમ સંબોધવામાં આવ્યું હોય ત્યારે, "રાજ્ય" શબ્દનું અનુવાદ "દેશ (રાજા દ્વારા શાસિત)" અથવા "રાજાનો પ્રદેશ" અથવા "રાજા દ્વારા શાસિત વિસ્તાર" એમ કરી શકાય.
* આત્મિક સમજણમાં, "રાજ્ય" નું અનુવાદ "શાસક" અથવા "સત્તાધીશ" અથવા "નિયંત્રણ" અથવા "શાસન" એમ કરી શકાય.
* એક રીતે "યાજકોનું રાજ્ય" નું અનુવાદ "આત્મિક યાજકો જેઓ ઈશ્વર દ્વારા શાસિત છે" એમ કરી શકાય.
* "અજવાળાનું રાજ્ય" નું અનુવાદ "ઈશ્વરનું શાસન જે અજવાળાની જેમ સારું છે" અથવા "જ્યારે ઈશ્વર, જેઓ અજવાળું છે, લોકો પર શાસન કરે છે" અથવા "અજવાળું અને ઈશ્વરના રાજ્યની ભલમનસાઈ" એમ કરી શકાય.
આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.
* એ નોંધો કે "રાજ્ય" શબ્દ એ સામ્રાજ્ય શબ્દ કરતાં અલગ છે, જેમાં સમ્રાટ અનેક દેશો પર રાજ કરે છે.
(આ પણ જુઓ: [સત્તા](../kt/authority.md), [રાજા](../other/king.md), [ઈશ્વરનું રાજ્ય](../kt/kingdomofgod.md), [ઈઝરાયેલનું રાજ્ય](../names/kingdomofisrael.md), [યહુદા](../names/judah.md), [યહુદા](../names/kingdomofjudah.md), [યાજક](../kt/priest.md))
## બાઈબલના સંદર્ભો:
* [1 થેસ્સાલોનિકીઓ 2:10-12](rc://gu/tn/help/1th/02/10)
* [2 તિમોથી 4:17-18](rc://gu/tn/help/2ti/04/17)
* [કલોસ્સીઓ 1:13-14](rc://gu/tn/help/col/01/13)
* [યોહાન 18:36-37](rc://gu/tn/help/jhn/18/36)
* [માર્ક 3:23-25](rc://gu/tn/help/mrk/03/23)
* [માથ્થી 4:7-9](rc://gu/tn/help/mat/04/07)
* [માથ્થી 13:18-19](rc://gu/tn/help/mat/13/18)
* [માથ્થી 16:27-28](rc://gu/tn/help/mat/16/27)
* [પ્રકટીકરણ 1:9-11](rc://gu/tn/help/rev/01/09)
## બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:
* __[13:2](rc://gu/tn/help/obs/13/02)__ ઈશ્વરે મુસા અને ઈઝરાયેલના લોકોને કહ્યું, "જો તમે મારી આજ્ઞાઓ પાળશો અને મારો કરાર પાળશો, તો તમે મારા ખાસ લોક થશો, એક __રાજ્ય__ યાજકોનું, અને એક પવિત્ર દેશજાતિ."
* __[18:4](rc://gu/tn/help/obs/18/04)__ ઈશ્વર સુલેમાનથી ગુસ્સે થયા અને, સુલેમાનના અવિશ્વાસુપણાની શિક્ષા તરીકે, તેમણે ઈઝરાયેલ રાષ્ટ્રનું વિભાજન કરવાનું વચન આપ્યું બે __રાજ્યોમાં__ સુલેમાનના મરણ પછી.
* __[18:7](rc://gu/tn/help/obs/18/07)__ ઈઝરાયેલ રાષ્ટ્રના દસ કુળોએ રહાબામ વિરુદ્ધ બંડ પોકાર્યું.
માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા.
આ બે કુળો બન્યા __રાજ્ય__ યહુદાના.
* __[18:8](rc://gu/tn/help/obs/18/08)__ ઇઝરાયેલ રાષ્ટ્રના બીજા દસ કુળો કે જેમણે રહાબામ વિરુદ્ધ બંડ પોકાર્યું હતું તેમણે યરોબામ નામના માણસને તેમના રાજા તરીકે પસંદ કર્યો.
તેઓએ સ્થાપ્યું તેમનું __રાજ્ય__ જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું __રાજ્ય__ ઈઝરાયેલનું.
* __[21:8](rc://gu/tn/help/obs/21/08)__ રાજા એ છે કે જે રાજ કરો હોય __રાજ્ય પર__ અને લોકોનો ન્યાય કરતો હોય.
## શબ્દ માહિતી:
* Strong's: H4410, H4437, H4438, H4467, H4468, H4474, H4475, G932