gu_tw/bible/other/joy.md

64 lines
7.0 KiB
Markdown

# આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું
## વ્યાખ્યા:
આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે.
“આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.
* જયારે વ્યક્તિ જે તે ખૂબ સારું છે તે અનુભવે છે ત્યારે તેને ખૂબ આનંદ શું છે તેનો ઊંડો અનુભવ થાય છે.
* દેવ જે એક છે કે જે લોકોને સાચો આનંદ આપે છે.
* આનંદ હોવો તે સુખદ સંજોગો પર આધાર રાખતો નથી.
જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.
* ક્યારેક સ્થળોને આનંદી તરીકે વર્ણવેલ છે, જેવા કે ઘરો અથવા શહેરો.
તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે.
“ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.
* મોટેભાગે આ શબ્દો દેવે જે સારી બાબતો કરી છે તે વિશે ખૂબ ખુશ હોવાનું દર્શાવે છે.
* તેનું ભાષાંતર “ખૂબ ખુશ હોવું” અથવા “ખૂબ પ્રસન્ન હોવું” અથવા “સંપૂર્ણ આનંદમાં હોવું” તરીકે કરી શકાય છે.
જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”
## ભાષાંતરના સૂચનો:
* “આનંદ” શબ્દનું ભાષાંતર, “ઉલ્લાસ” અથવા “હર્ષ” અથવા “મહાન સુખ” તરીકે પણ કરી શકાય છે.
* “આનંદી રહો” શબ્દસમૂહનું ભાષાંતર, “ખુશ થવું” અથવા “ઉલ્લાસી” અથવા “ઈશ્વરની ભલાઈમાં આનંદ કરવો” થઇ શકે છે.
* વ્યક્તિ કે જે આનંદી છે તેનું વર્ણન, “ખૂબ સુખી” અથવા “ઉલ્લાસી” અથવા “અતિશય પ્રસન્ન” તરીકે કરી શકાય છે.
* “મોટેથી હર્ષનાદકરો” શબ્દસમૂહનું ભાષાંતર, “એવી રીતે અવાજ કરો કે તમે ખૂબ ખુશ છો” તરીકે કરી શકાય છે.
* “આનંદી શહેર” અથવા “આનંદી ઘર” નું ભાષાંતર, “શહેર કે જ્યાં આનંદી લોકો રહે છે” અથવા “આનંદી લોકોનું ભરપૂર ઘર” અથવા “શહેર કે જેના લોકો ખૂબ સુખી છે” તરીકે કરી શકાય છે.
## બાઈબલની કલમો:
* [નહેમ્યા 8:9-10](rc://gu/tn/help/neh/08/09)
* [ગીતશાસ્ત્ર 48:1-3](rc://gu/tn/help/psa/048/01)
* [યશાયા 56:6-7](rc://gu/tn/help/isa/56/06)
* [યર્મિયા 15:15-16](rc://gu/tn/help/jer/15/15)
* [માથ્થી 2:9-10](rc://gu/tn/help/mat/02/09)
* [લૂક 15:6-7](rc://gu/tn/help/luk/15/06)
* [લૂક 19:37-38](rc://gu/tn/help/luk/19/37)
* [યોહાન 3:29-30](rc://gu/tn/help/jhn/03/29)
* [પ્રેરિતો 16:32-34](rc://gu/tn/help/act/16/32)
* [રોમન 5:1-2](rc://gu/tn/help/rom/05/01)
* [રોમન 15:30-32](rc://gu/tn/help/rom/15/30)
* [ગલાતી 5:22-24](rc://gu/tn/help/gal/05/22)
* [ફિલિપ્પી 4:10-13](rc://gu/tn/help/php/04/10)
* [1 થેસ્સલોનિકી 1:6-7](rc://gu/tn/help/1th/01/06)
* [1 થેસ્સલોનિકી 5:15-18](rc://gu/tn/help/1th/05/15)
* [ફિલેમોન 1:4-7](rc://gu/tn/help/phm/01/04)
* [યાકૂબ 1:1-3](rc://gu/tn/help/jas/01/01)
* [3 યોહાન 1:1-4](rc://gu/tn/help/3jn/01/01)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[33:7](rc://gu/tn/help/3jn/01/01)__ “વ્યક્તિ એક ખડકવાળી જમીન છે કે જે દેવના વચન સાભળે છે અને __આનંદ__ થી તેને સ્વીકારી લે છે”.
* __[34:4](rc://gu/tn/help/obs/33/07)__ “દેવનું રાજ્ય પણ એક ખજાના જેવું છે કે જેને કોઈએ ખેતરમાં સંતાડ્યું. બીજા વ્યક્તિને ખજાનો મળ્યો અને પછી તેણે તે ફરીથી દાટી દીધો. તે અતિશય __આનંદ__ થી ભરપૂર હતો, તે ગયો અને તેનું જે હતું તે બધું વેચી દીધું અને તે પૈસા તેણે તે ખેતર ખરીદવામાં વાપર્યા.
* __[41:7](rc://gu/tn/help/obs/34/04)__ સ્ત્રીઓ અતિશય ભયમાં અને મહાન __આનંદ__ માં હતી.
તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.
## શબ્દ માહિતી:
* Strong's: H1523, H1524, H1525, H1750, H2302, H2304, H2305, H2654, H2898, H4885, H5937, H5938, H5947, H5965, H5970, H6342, H6670, H7440, H7442, H7444, H7445, H7797, H7832, H8055, H8056, H8057, H8342, H8643, G20, G21, G2165, G2167, G2620, G2744, G2745, G3685, G4640, G4796, G4913, G5463, G5479