gu_tw/bible/other/imitate.md

2.5 KiB

અનુકરણ, અનુકરણ કરનાર, અનુકરણ કરનારાઓ

વ્યાખ્યા:

“અનુકરણ” અથવા “અનુકરણ કરનાર” શબ્દો, એ વ્યક્તિને દર્શાવે છે કે જે અભિનય દ્વારા બીજા કોઈની જેમ જ નકલ કરે છે.

  • ખ્રિસ્તીઓને જેવું ઈસુએ કર્યું તેવી જે રીતે દેવની આજ્ઞા પાળવા અને બીજાઓને પ્રેમ કરી, ઈસુનું અનુકરણ કરવાનું શીખવવામાં આવ્યું છે.
  • પાઉલ પ્રેરિતે પ્રારંભિક મંડળીને કહ્યું કે જેમ તેણે ખ્રિસ્તનું અનુકરણ કર્યું તેમ તેઓ પણ તેનું અનુકરણ કરે.

ભાષાંતરના સૂચનો:

  • “અનુકરણ” શબ્દનું ભાષાંતર, “તેના જેવી સમાન બાબતો કરવી” અથવા “તેના ઉદાહરણને અનુસરવું” તરીકે કરી શકાય છે.
  • “દેવનું અનુકરણ કરનારા હોવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “એવા લોકો હોવું કે જેઓ દેવના જેવું કાર્ય કરે છે” અથવા “એવા લોકો હોવું કે દેવ કરે છે તેવી બાબતો કરે” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
  • “તમે અમારું અનુકરણ કરનારા બનો” તેનું ભાષાંતર, “તમે અમારા ઉદાહરણને અનુસર્યા” અથવા “તમે અમને જે કરતા જોયા છે તેવી જ રીતે તમે દૈવી બાબતો કરી રહ્યા છો” તરીકે પણ કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H310, H6213, G1096, G2596, G3401, G3402, G4160