gu_tw/bible/other/head.md

43 lines
6.2 KiB
Markdown

# શિર, શિરો, કપાળ, કપાળો, ટાલિયો, વગરવિચારે અથવા અનાયાસે, ખેસ, દુપટ્ટો, શિરચ્છેદ
## વ્યાખ્યા:
બાઈબલમાં, “શિર” શબ્દ, અન્ય રૂપકાત્મક અર્થો સાથે વાપરવામાં આવ્યો છે.
* મોટેભાગે આ શબ્દ, જેને લોકો ઉપર અધિકાર હોય છે, તે દર્શાવવા માટે વાપરવામાં આવ્યો છે, જેમકે “તમે મને રાષ્ટ્રો ઉપર શિર બનાવ્યો છે.” તેનું ભાષાંતર, “તમે મને શાસક બનાવ્યા છે” અથવા “તમે મને (તેના) ઉપર અધિકાર આપ્યો છે,” તરીકે (ભાષાંતર) થઇ શકે છે.
* ઈસુને “મંડળીના શિરપતિ” કહેવામાં આવે છે.
જેવી રીતે વ્યક્તિનું શિર તેના શરીરના અવયવોને માર્ગદર્શન અને દિશા બતાવે છે, તેવી રીતે ઈસુ તેના “શરીર” એટલે કે મંડળીને માર્ગદર્શન અને દિશા બતાવે છે.
* નવો કરાર શીખવે છે કે પતિ તેની પત્ની માટે “શિર” અથવા અધિકાર છે.
તેને તેની પત્ની અને કુટુંબને આગેવાની અને માર્ગદર્શન આપવાની જવાબદારી આપવામાં આવી છે.
* “અસ્ત્રો તેના માથા ઉપર કદી ફરશે નહીં” તે અભિવ્યક્તિનો અર્થ, “તે કદી તેના વાળ કાપશે અથવા તેના વાળનું મુંડન કરશે નહીં”
* “શિર” શબ્દને કોઈ બાબતની શરૂઆત કરનાર અથવા કશાકનો સ્ત્રોત હોય તેને પણ દર્શાવી શકાય છે, જેમ કે “શેરીનો વડો.”
* “અનાજનું કણસલું” અભિવ્યક્તિ, તે ઘઉંના સૌથી ઉપરના ભાગો અથવા જવનો છોડ કે જેમાં દાણાંનો સમાવેશ થાય છે.
* જયારે સમગ્ર વ્યક્તિને રજૂ કરવામાં આવે છે જેમાં “શિર” શબ્દનો રૂપકાત્મક ઉપયોગ ઉપયોગ થાય છે, જેમકે “આ પળિયાવાળું શિર” તે એક વૃદ્ધ વ્યક્તિને દર્શાવે છે, અથવા “યૂસફનું શિર” કે જે યૂસફને દર્શાવે છે. (જુઓ: [લક્ષણા (અલંકાર](rc://gu/ta/man/translate/figs-synecdoche)
* “તેનું લોહી તેના પોતાના માથા પર હો” તે અભિવ્યક્તિનો અર્થ, માણસ તેઓના મોત માટે જવાબદાર છે અને તે માટે તેને સજા થશે.
## ભાષાંતરના સૂચનો
* સંદર્ભ પર આધાર રાખીને, “શિર” શબ્દનું ભાષાંતર, “અધિકાર” અથવા “એક કે જે આગેવાની આપે છે અને માર્ગદર્શન આપે છે” અથવા “એક કે જે જવાબદાર છે” તરીકે કરી શકાય છે.
* “(તે)નું માથું” તે અભિવ્યક્તિ સમગ્ર વ્યક્તિને દર્શાવે છે, અને જેથી આ અભિવ્યક્તિનું ભાષાંતર માત્ર વ્યક્તિનું નામ વાપરીને કરી શકાય છે. ઉદાહરણ તરીકે, “યૂસફનું શિર” નું ભાષાંતર, કેવળ “યૂસફ” તરીકે કરી શકાય છે.
* “તેના પોતાના શિર પર હશે” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “તેના પર હશે” અથવા “તે માટે તેને સજા થશે” અથવા “તેના માટે તે જવાબદાર રહેશે” અથવા “તેને માટે તેને દોષિત માનવામાં આવશે” તરીકે કરી શકાય છે.
* સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું વિવિધ રીતે ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “શરૂઆત” અથવા “સ્ત્રોત” અથવા “શાસક” અથવા “આગેવાન” અથવા “સર્વોચ્ચ” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: [અનાજ](../other/grain.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 1:51-54](rc://gu/tn/help/1ch/01/51)
* [1 રાજા 8:1-2](rc://gu/tn/help/1ki/08/01)
* [1 શમુએલ 9:22](rc://gu/tn/help/1sa/09/22)
* [કલોસ્સી 2:10-12](rc://gu/tn/help/col/02/10)
* [કલોસ્સી 2:18-19](rc://gu/tn/help/col/02/18)
* [ગણના 1:4-6](rc://gu/tn/help/num/01/04)
## શબ્દ માહિતી:
* Strong's: H441, H1270, H1538, H3852, H4425, H4761, H4763, H5110, H5324, H6285, H6287, H6797, H6915, H6936, H7139, H7144, H7146, H7217, H7226, H7218, H7541, H7636, H7641, H7872, G346, G755, G2775, G2776, G4719