gu_tw/bible/other/generation.md

36 lines
3.4 KiB
Markdown

# પેઢી
## વ્યાખ્યા:
“પેઢી” શબ્દ, લોકોનું જૂથ કે જેઓ એક સમયગાળામાં આસપાસ જન્મ્યા હતા, તેને દર્શાવે છે.
* પેઢી સમયના ગાળા માટે પણ દર્શાવી શકાય છે.
બાઈબલના સમયમાં, પેઢી સામાન્ય રીતે લગભગ 40 વર્ષો માટે માનવામાં આવતી હતી.
* માતા-પિતા અને તેઓના બાળકો બે અલગઅલગ પેઢીઓમાં આવે છે.
* બાઈબલમાં, રૂપકાત્મક રીતે “પેઢી” શબ્દ, પ્રચલિત રીતે જે લોકો સામાન્ય લક્ષણો ધરાવે છે તેમને માટે વાપરવામાં આવ્યો છે.
## ભાષાંતરના સૂચનો:
* “આ પેઢી” અથવા “આ પેઢીના લોકો” શબ્દસમૂહનું ભાષાંતર, “અત્યારે જે લોકો જીવે છે” અથવા “તમે લોકો” તરીકે કરી શકાય છે.
* “આ દુષ્ટ પેઢી” નું ભાષાંતર, “અત્યારે આ દુષ્ટ લોકો જીવે છે તે,” તરીકે પણ કરી શકાય છે.
* “વંશપરંપરા” અથવા “એક પેઢીથી બીજી પેઢી” અભિવ્યક્તિનું ભાષાંતર, “અત્યારે લોકો જીવે છે, તેમજ તેઓના બાળકો અને પૌત્ર પૌત્રીઓ” અથવા “દરેક સમયગાળામાં લોકો” અથવા “આ સમયગાળામાં અને ભવિષ્યના સમયગાળામાં લોકો” અથવા “બધા લોકો અને તેઓના વંશજો,” તરીકે કરી શકાય છે.
* “પેઢી જે આવશે તેની સેવા કરશે; તેઓ પછીની પેઢીને યહોવા વિશે કહેશે,” તેનું ભાષાંતર, “ભવિષ્યમાં ઘણા લોકો યહોવાની સેવા કરશે અને તેઓના બાળકો અને પૌત્ર-પૌત્રીઓને તેના વિશે કહેશે,” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: [વંશજ](../other/descendant.md), [દુષ્ટ](../kt/evil.md), [પૂર્વજ](../other/father.md))
## બાઈબલની કલમો:
* [પ્રેરિતો 15:19-21](rc://gu/tn/help/act/15/19)
* [નિર્ગમન 3:13-15](rc://gu/tn/help/exo/03/13)
* [ઉત્પત્તિ 15:14-16](rc://gu/tn/help/gen/15/14)
* [ઉત્પત્તિ 17:7-8](rc://gu/tn/help/gen/17/07)
* [માર્ક 8:11-13](rc://gu/tn/help/mrk/08/11)
* [માથ્થી 11:16-17](rc://gu/tn/help/mat/11/16)
* [માથ્થી 23:34-36](rc://gu/tn/help/mat/23/34)
* [માથ્થી 24:34-35](rc://gu/tn/help/mat/24/34)
## શબ્દ માહિતી: