gu_tw/bible/other/face.md

6.6 KiB

(મોં) ચહેરો, ચહેરાઓ, સામનો કરવો, ચહેરાનું, નીચે જોવું

વ્યાખ્યા:

“ચહેરો” શબ્દ શાબ્દિક રીતે વ્યક્તિના માથાનો આગળનો ભાગ દર્શાવે છે. આ શબ્દના ઘણા રૂપકાત્મક અર્થો પણ છે.

  • મોટેભાગે શાબ્દિક રીતે “તમારો ચહેરો” તે “તમને” અભિવ્યક્તિ કરે છે.

એ જ રીતે, મોટેભાગે “મારો ચહેરો” જેનો અર્થ, “હું” અથવા “મને” અભિવ્યક્તિ કરે છે.

  • શારીરિક અર્થમાં, કોઈક વ્યક્તિ તરફ અથવા કોઈની દિશા બાજુ “જોવું” તેમ થઇ શકે છે.
  • “એકબીજાને જોવો” તેનો અર્થ, “એકબીજા સામે સીધું જોવું.”
  • “મોઢામોઢ” હોવાનો અર્થ, જયારે બે લોકો નજીકના અંતરે વ્યક્તિમાં એક બીજાને જુએ છે.
  • જયારે ઈસુએ “યરૂશાલેમ જવા તેનું મુખ તે તરફ રાખ્યું,” તેનો અર્થ કે તેણે નિશ્ચિતપણે જવાનું નક્કી કર્યું.
  • લોકો અથવા શહેરની “વિરુદ્ધમાં ચહેરો રાખવો” જેનો અર્થ, તે વ્યક્તિ અથવા શહેરને આધાર ન આપવાનું અથવા તેનો અસ્વીકાર કરવાનું નિશ્ચિતપણે નક્કી કરવું.
  • “જમીનનું મુખ” અભિવ્યક્તિ પૃથ્વીની સપાટી દર્શાવે છે અને મોટેભાગે તે સંદર્ભ સમગ્ર પૃથ્વી માટે છે.

ઉદાહરણ તરીકે, “દુકાળ પૃથ્વીનું મુખ ઢાંકે છે,” જે દશાવે છે કે વ્યાપક દુકાળ પૃથ્વી પર રહેતા ઘણા લોકોને અસર કરે છે.

  • “તારા લોકોથી તારો ચહેરો છુપાવવો નહીં” રૂપકાત્મક અભિવ્યક્તિનો અર્થ, “તારા લોકોનો નકાર ના કર,” અથવા “તારા લોકોનો ત્યાગ ના કર,” અથવા “તારા લોકોની કાળજી લેવાનું બંધ ના કર,” એમ થાય છે

ભાષાંતરના સૂચનો:

  • જો સંભવિત હોય તો, લક્ષ ભાષામાં જે સમાન અર્થ અથવા જે અભિવ્યક્તિ હોય તે જ રાખવી સારું છે
  • “સામે જોવું” માટેના શબ્દનું ભાષાંતર, “તરફ ફરવું” અથવા “તે તરફ સીધું જોવું” અથવા “મુખ ઉપર જોવું,” તરીકે કરી શકાય છે.
  • “મોઢામોઢ અભિવ્યક્તિનું ભાષાંતર, “ખૂબ નજીક” અથવા “ની બિલકુલ સામે” અથવા “ની હાઝરીમાં,” તરીકે (ભાષાંતર) કરી શકાય.
  • સંદર્ભ પર આધારિત, “તેના મુખ આગળ” અભિવ્યક્તિનું ભાષાંતર, “તેની આગળ” અથવા “તેની સામે” અથવા “તેની આગળ” અથવા “તેની હાજરીમાં,” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
  • “તે તરફ તેનું મુખ રાખવું” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “તેની તરફ મુસાફરી શરૂ કરી” અથવા “નિશ્ચિતપણે જવા તેના મનમાં નક્કી કર્યું,” તરીકે કરી શકાય છે.
  • “તેનાથી મોં સંતાડવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “થી દૂર થવું” અથવા “મદદ અથવા રક્ષણ કરવાનું બંધ કરવું” અથવા “નકારવું,” તરીકે કરી શકાય છે.
  • શહેર અથવા લોકોની “વિરુદ્ધમાં ચહેરો રાખવો” શબ્દનું ભાષાંતર, “ગુસ્સા અથવા તિરસ્કારથી જોવું” અથવા “સ્વીકારવાનો ઇન્કાર કરવો” અથવા “નકારવા માટે નક્કી કરવું” અથવા “તિરસ્કારવું અને નકારવું” અથવા “તેના ન્યાય કરવો” તરીકે પણ કરી શકાય.
  • “તે તેઓના મોઢા પર કહો” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “તેઓને સીધુંજ કહો” અથવા “ તેઓની હાજરીમાં તે તેઓને કહો” અથવા “તેઓને વ્યક્તિગત રીતે કહો,” તરીકે પણ કરી શકાય છે.
  • “જમીનના મુખ ઉપર” અભિવ્યક્તિનું ભાષાંતર, “સમગ્ર જમીન” અથવા “સમગ્ર પૃથ્વી ઉપર” અથવા “જેમાં વસવાટ કરો છો તે સમગ્ર પૃથ્વી,” તરીકે પણ કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H600, H639, H5869, H6440, H8389, G3799, G4383, G4750