gu_tw/bible/other/endure.md

3.6 KiB

સહન કરવું, સહન કરે છે, ટકી રહેવું, ટકાઉ, સહનશક્તિ

વ્યાખ્યા:

“સહન” શબ્દનો અર્થ લાંબા સમય ટકવું અથવા કઈંક મુશ્કેલી સાથે સહન કરવું.

  • તેનો અર્થ પરીક્ષણના સમયોમાં, છોડી દીધા વિના દૃઢ ઉભા રહેવું, તેમ (અર્થ) થાય છે.
  • “સહનશક્તિ” શબ્દનો અર્થ, “ધીરજ” અથવા “કસોટીના સમયે ટકી રહેવું” અથવા “સતાવણીના સમયે ખંત રાખી ટકી રહેવું” (અર્થ) હોઈ શકે.
  • ખ્રિસ્તીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે કે તેઓએ પીડા સહન કરવી પડે છતાં પણ, તેઓ ઈસુને આધીન રહીને, “અંત સુધી સહન કરવું.”
  • “પીડા સહન કરવી” શબ્દનો અર્થ “પીડાનો અનુભવ કરવો,” પણ થઈ શકે છે.

ભાષાંતરના સૂચનો:

  • “સહન કરવું” શબ્દના ભાષાંતરમાં, “ધૈર્ય” અથવા “વિશ્વાસ રાખવો” અથવા “દેવ જે ઈચ્છે છે તે તમારે સતત કરતા રહેવું” અથવા “દ્રઢ ઉભા રહેવું” એવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
  • કેટલાક સંદર્ભોમાં, “સહન કરવું” શબ્દનું ભાષાંતર, “અનુભવ કરવો” અથવા “(દુઃખ) માંથી પસાર થવું” એમ કરી શકાય છે.
  • લાંબા સમય માટે ટકી રહેવાના અર્થમાં, “સહન કરવું” શબ્દનું ભાષાંતર, “ટકી રહેવું” અથવા “ચાલુ રહેવું” તરીકે પણ કરી શકાય.

“સહન નહીં કરે” શબ્દસમૂહનું ભાષાંતર, “નહીં ટકે” અથવા “ટકશે નહીં” તરીકે કરી શકાય.

  • “સહનશક્તિ” શબ્દના ભાષાંતરમાં, “ધૈર્ય (ખંત)” અથવા “વિશ્વાસ કરવાનું ચાલુ રાખવું” અથવા “વફાદાર રહેવું” (એવા શબ્દોનો) સમાવેશ કરી શકાય છે.

(આ પણ જુઓ : ધૈર્ય)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: H386, H3201, H3557, H3885, H5331, H5375, H5975, G430, G907, G1526, G2005, G2076, G2553, G2594, G3114, G3306, G4722, G5278, G5281, G5297, G5342