gu_tw/bible/other/dream.md

51 lines
4.7 KiB
Markdown

# સ્વપ્ન
## વ્યાખ્યા:
સ્વપ્ન તે (બાબત) છે કે જયારે લોકો ઊંઘતા હોય છે ત્યારે તેઓ કંઇક જોવે અથવા તેમના મનમાં અનુભવ કરે છે.
* મોટેભાગે સ્વપ્નોમાં તેઓને લાગે છે કે ખરેખર કઈંક થઈ રહ્યું છે, પરંતુ તે વાસ્તવિક હોતું નથી.
* ક્યારેક દેવ લોકોને સ્વપ્ન આપે છે જેથી તેમાંથી તેઓ કશુંક શીખી શકે.
તે (દેવ) લોકો સાથે તેઓના સ્વપ્નોમાં સીધી વાત પણ કરે છે.
* બાઈબલમાં, દેવ ખાસ લોકોને તેઓને ભવિષ્યમાં કંઇક થશે તે વિશે સંદેશ આપવા માટે મોટેભાગે વિશેષ સ્વપ્નો આપતા.
* સ્વપ્ન એ દર્શનથી અલગ છે.
સ્વપ્નો જયારે વ્યક્તિ ઊંઘી ગયેલી હોય ત્યારે આવે છે, પરંતુ દર્શનો સામાન્ય રીતે વ્યક્તિ જયારે જાગતી હોય છે ત્યારે આવે છે.
(આ પણ જુઓ: [દર્શન](../other/vision.md))
## બાઈબલની કલમો:
* [પ્રેરિતો 2:16-17](rc://gu/tn/help/act/02/16)
* [દાનિયેલ 1:17-18](rc://gu/tn/help/dan/01/17)
* [દાનિયેલ 2:1-2](rc://gu/tn/help/dan/02/01)
* [ઉત્પત્તિ 37:5-6](rc://gu/tn/help/gen/37/05)
* [ઉત્પત્તિ 40:4-5](rc://gu/tn/help/gen/40/04)
* [માથ્થી 2:13-15](rc://gu/tn/help/mat/02/13)
* [માથ્થી 2:19-21](rc://gu/tn/help/mat/02/19)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[8:2](rc://gu/tn/help/obs/08/02)__યૂસફના ભાઈઓએ તેને નફરત કરી કારણકે તેમનો પિતા તેને સૌથી વધારે પ્રેમ કરતો હતો અને યૂસફને _સ્વપ્ન_ આવ્યું હતું કે તે તેઓનો રાજકર્તા થશે.
* __[8:6](rc://gu/tn/help/obs/08/06)__એક રાત્રે, ફારુન, મિસરીઓ જેઓ પોતાના રાજાઓને તે ઉપનામ આપતા, તેને _સ્વપ્ન_ આવ્યું, જેથી તે ખૂબજ વિચલિત થયો.
તેના સલાહકારોમાંથી કોઈ પણ તેના _સ્વપ્નનો_ અર્થ કહી શક્યા નહીં.
* __[8:7](rc://gu/tn/help/obs/08/07)__ દેવે યૂસફને _સ્વપ્નોનું_ અર્થઘટન કરવાની ક્ષમતા આપી, જેથી યૂસફને જેલમાંથી ફારુનની પાસે લાવવામાં આવ્યો.
યૂસફે તેના સ્વપ્નો અર્થઘટન કર્યું અને કહ્યું, દેવ સાત વર્ષ પુષ્કળ ફસલ મોકલશે અને પછીના સાત વર્ષ દુકાળના રહેશે.
* __[16:11](rc://gu/tn/help/obs/16/11)__ તેથી જે રાત્રે ગિદિઓન છાવણીમાં નીચે ગયો અને તેણે એક મિદ્યાની સૈનિકને તેના મિત્રને જે _સ્વપ્ન_ આવ્યું હતું તે કહેતાં સાંભળ્યો.
માણસના મિત્રએ કહ્યું, ”આ _સ્વપ્ન_ નો અર્થ એમકે ગિદિઓનનું લશ્કર મિદ્યાનીઓના લશ્કરનો પરાજય કરશે.
* __[23:1](rc://gu/tn/help/obs/23/01)__ તે (યૂસફ) તેણી (મરીયમને) શરમાવવા માંગતો નહોતો, જેથી તેણે તેને છૂપી રીતે તેને છૂટાછેડા આપવાની નક્કી કર્યું.
તે તેવું કરે તે પહેલા, દૂતે _સ્વપ્નમાં_ આવીને તેની સાથે વાત કરી.
## શબ્દ માહિતી:
* Strong's: H1957, H2472, H2492, H2493, G1797, G1798, G3677