gu_tw/bible/other/divination.md

27 lines
3.4 KiB
Markdown

# ભવિષ્યકથન, ભવિષ્ય ભાખનાર, ભવિષ્ય ભાખવું, ભવિષ્ય કહેનાર
## વ્યાખ્યા:
“ભવિષ્યકથન” અને “ભવિષ્ય કહેનાર” શબ્દો, અલૌકિક વિશ્વમાંથી આત્માઓ દ્વારા માહિતી મેળવવા પ્રયાસ કરવાની પ્રથાને દર્શાવે છે. જે આ કરે છે તેને ક્યારેક “ભવિષ્ય ભાખનાર” અથવા “ભવિષ્ય કહેનાર” વ્યક્તિ કહેવાય છે.
* જૂના કરારના સમયમાં, ઈઝરાએલીઓને દેવે ભવિષ્યકથન અથવા ભવિષ્ય ભાખવાની બાબત પર મનાઈની આજ્ઞા ફરમાવી હતી.
* દેવે તેના લોકોને ઉરીમ અને તુમ્મીમ કે જે પત્થરો હતા, તેનો ઉપયોગ કરી તેનાથી માહિતી લેવા પરવાનગી આપી હતી, દેવે તે હેતુ માટે મુખ્ય યાજકોને તે કાર્ય કરવા નિયુક્ત કર્યા હતા. પણ તેણે તેના લોકોને દુષ્ટ આત્માઓની મદદથી માહિતી લેવાની પરવાનગી આપી ન હતી.
* વિદેશી (મૂર્તિપૂજક) ભવિષ્ય ભાખનારાઓએ આત્મા જગતમાંથી માહિતી શોધી કાઢવા અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કર્યો. ક્યારેક તેઓ મૃત પ્રાણીના અંદરના ભાગો અથવા જમીન પર નાંખી દીધેલા પ્રાણીના હાડકાંની રચના જોવા માટે પરીક્ષણ કરતા જેથી તેઓ તેઓના જૂઠા દેવોથી સંદેશાઓના અર્થઘટન કરી શકે.
* નવા કરારમાં, ઈસુ અને પ્રેરિતોએ પણ ભવિષ્યકથન, મેલીવિદ્યા, જાદુવિદ્યા, અને જાદુ ને ફગાવી દીધા હતા.
આ સઘળી પ્રથાઓમાં દુષ્ટ આત્માઓની શક્તિનો ઉપયોગનો સમાવેશ થાય છે અને તેઓ દેવ દ્વારા તિરસ્કાર પામેલ છે.
(આ પણ જુઓ: [પ્રેરિત](../kt/apostle.md), [જુઠો દેવ](../kt/falsegod.md), [જાદુ](../other/magic.md), [મેલીવિદ્યા](../other/sorcery.md))
## બાઈબલની કલમો:
* [1 શમુએલ 6:1-2](rc://gu/tn/help/1sa/06/01)
* [પ્રેરિતો 16:16-18](rc://gu/tn/help/act/16/16)
* [હઝકિયેલ 12:24-25](rc://gu/tn/help/ezk/12/24)
* [ઉત્પત્તિ 44:3-5](rc://gu/tn/help/gen/44/03)
* [યર્મિયા 27:9-11](rc://gu/tn/help/jer/27/09)
## શબ્દ માહિતી:
* Strong's: H1870, H4738, H5172, H6049, H7080, H7081, G4436