gu_tw/bible/other/detestable.md

4.0 KiB

તિરસ્કારેલું, તિરસ્કરણીય, તિરસ્કારપાત્ર

સત્યો:

“તિરસ્કારપાત્ર” શબ્દ કઈંક કે જે નાપસંદ અને ફગાવી દીધેલું છે તેને વર્ણવે છે. “તિરસ્કારેલું” એટલે એવું જે કંઈ તે સખત રીતે નાપસંદ હોય.

  • મોટેભાગે બાઈબલ દુષ્ટને ધિક્કારવાની વાત કરે છે.

તેનો અર્થ એમ કે દુષ્ટની (બાબતની) નફરત કરવી અને તેનો અસ્વીકાર કરવો.

જેઓ જૂઠા દેવોની આરાધના કરે છે તેઓના દુષ્ટ વ્યવહારોનું વર્ણન કરવા દેવે “તિરસ્કારપાત્ર” શબ્દનો ઉપયોગ કર્યો છે.

  • ઈઝરાએલીઓના કેટલાક પડોશી લોકોના જૂથો, જે પાપી, અનૈતિક કાર્યો કરતા હતા તેવી બાબતોની “તિરસ્કાર” કરવાની તેમને આજ્ઞા આપવામાં આવી હતી.
  • દેવ બધાંજ ખોટા જાતીય કાર્યોને “ધિક્કારપાત્ર” કહે છે.
  • દેવ માટે ભવિષ્યકથન, મેલીવિદ્યા, અને બાળકનું બલિદાન બધું જ “તિરસ્કારપાત્ર” હતું.
  • “તિરસ્કાર કરવો” શબ્દનું ભાષાંતર, “સખત રીતે અસ્વીકાર્ય” અથવા “ધિક્કારવું” અથવા “ખૂબજ દુષ્ટ ગણવું” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
  • “તિરસ્કારપાત્ર” શબ્દનું ભાષાંતર, “ભયાનક રીતે દુષ્ટ” અથવા “ઘૃણાસ્પદ” અથવા “નકારવાલાયક” તરીકે પણ કરી શકાય છે.
  • જયારે આ શબ્દ, ન્યાયી લોકો પ્રત્યે દુષ્ટ લોકોનો “ધિક્કાર” દર્શાવવા વપરાય છે, ત્યારે તેનું ભાષાંતર “વધુ અનિચ્છનીય ગણવા” અથવા “અણગમતા લાગવા” અથવા “તેમનો નકાર કરવો,” એવું (ભાષાંતર) થઇ શકે છે.
  • દેવે ઈઝરાએલીઓને ચોક્કસ પ્રકારના પ્રાણીઓ કે જે દેવે “અશુદ્ધ” જાહેર કર્યા હતા અને ખાવા માટે યોગ્ય નહોતા તેનો “તિરસ્કાર” કરવા કહ્યું હતું.
  • આ શબ્દનું ભાષાંતર, “સખત રીતે નાપસંદ” અથવા “અસ્વીકાર્ય” અથવા “અસ્વીકાર્ય ગણવા” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય.

(આ પણ જુઓ: ભવિષ્યકથન, શુદ્ધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1602, H6973, H8130, H8251, H8262, H8263, H8441, H8581, G946, G947, G948, G4767, G5723, G3404