gu_tw/bible/other/deceive.md

41 lines
5.2 KiB
Markdown

# છેતરવું, છેતરે છે, છેતરાયેલ, છેતરવામાં, છેતરપિંડી, છેતરનાર, છેતરનારા, કપટી, કપટવાળું, કપટ, છેતરપિંડી, છેતરે તેવું
## વ્યાખ્યા:
“છેતરવું” શબ્દ કંઈક કે જે સાચું નથી તેને માનવા કોઈને માટે તૈયાર કરે તે.
કોઈને છેતરવાના કાર્યને “છેતરવું” કહેવામાં આવે છે.
* અન્ય શબ્દ “છેતરપિંડી” એ પ્રકારના કાર્યને દર્શાવે છે કે જે કંઈક સાચું નથી તેવું માનવા પ્રેરણા આપે.
* “છેતરનાર” એવી વ્યક્તિ છે જે બીજાઓને કંઈક ખોટું છે તે માનવા પ્રેરે છે.
ઉદાહરણ તરીકે, શેતાનને “છેતરનાર” કહેવામાં આવ્યો છે. દુષ્ટ આત્માઓ કે જેનું તે નિયંત્રણો કરે છે તે પણ “છેતરનારા” (આત્માઓ) છે.
* વ્યક્તિનું કાર્ય અથવા વાત (સંદેશા) જે સાચા નથી, તેને પણ “છેતરામણું” તરીકે વર્ણન કરી શકાય છે.
* “કપટ” અને “છેતરપિંડી” શબ્દોના સમાન અર્થ થાય છે, પણ તેઓના ઉપયોગમાં થોડો તફાવત રહેલો છે.
* “કપટી” અને “ભ્રામક” જેવા વર્ણનાત્મક શબ્દોના સમાન અર્થ રહેલા છે અને તેનો ઉપયોગ પણ સમાન સંદર્ભ કરવામાં આવે છે.
## ભાષાંતરના સૂચનો:
* “છેતરવું” શબ્દનું વિવિધ રીતે ભાષાંતર કરીએ તો, “જૂઠું બોલવું” અથવા “ખોટી માન્યતા માનવા પ્રેરવું” અથવા “કોઈકને કે જે સાચું નથી તે માનવા માટે કારણ બનવું” તેવા શબ્દનો સમાવેશ કરી શકાય છે.
* “ઠગવું” શબ્દનું ભાષાંતર, “કંઈક ખોટું વિચારવા પ્રેરવું” અથવા “ખોટું બોલવું” અથવા “બનાવટ કરવી” અથવા “મૂર્ખ બનાવવું” અથવા “ગેરમાર્ગે દોરવું,” એમ કરી શકાય છે.
* “છેતરનાર” શબ્દનું ભાષાંતર, “જૂઠો” અથવા “જે ગેરમાર્ગે દોરે છે તે” અથવા “કોઈક કે જે છેતરે છે,” એમ (ભાષાંતર) કરી શકાય છે.
* સંદર્ભ પર આધાર રાખીને, “છેતરપિંડી” અથવા “ઠગાઈ” શબ્દોનું ભાષાંતર, શબ્દ અથવા શબ્દસમૂહનો ઉપયોગ કરી, જેનો અર્થ “જુઠાણું” અથવા “જુઠ્ઠાબોલું” અથવા “કપટ” અથવા “બેઈમાની” કરી શકાય છે.
* “ભ્રામક” અથવા “કપટી” શબ્દોનું ભાષાંતર, “જૂઠું” અથવા “ગેરમાર્ગે દોરવું” અથવા “જુઠ્ઠાબોલું,” વ્યક્તિને જે સાચું નથી તે માનવા પ્રેરણા આપે જેથી તે જૂઠું બોલે અથવા તે પ્રમાણે કાર્ય, એમ (ભાષાંતર) કરી શકાય.
(આ પણ જુઓ: [સાચું](../kt/true.md))
## બાઈબલની કલમો:
* [1 યોહાન 1:8-10](rc://gu/tn/help/1jn/01/08)
* [1 તિમોથી 2:13-15](rc://gu/tn/help/1ti/02/13)
* [2 થેસ્સલોનિકી 2:3-4](rc://gu/tn/help/2th/02/03)
* [ઉત્પત્તિ 3:12-13](rc://gu/tn/help/gen/03/12)
* [ઉત્પત્તિ 31:26-28](rc://gu/tn/help/gen/31/26)
* [લેવીય 19:11-12](rc://gu/tn/help/lev/19/11)
* [માથ્થી 27:62-64](rc://gu/tn/help/mat/27/62)
* [મીખાહ 6:11-12](rc://gu/tn/help/mic/06/11)
## શબ્દ માહિતી:
* Strong's: H898, H2048, H3577, H3584, H4123, H4820, H4860, H5230, H5377, H6121, H6231, H6280, H6601, H7411, H7423, H7683, H7686, H7952, H8267, H8496, H8501, H8582, H8591, H8649, G538, G539, G1386, G1387, G1388, G1389, G1818, G3884, G4105, G4106, G4108, G5422, G5423