gu_tw/bible/other/darkness.md

41 lines
4.2 KiB
Markdown

# અંધકાર
## વ્યાખ્યા:
“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી.
આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:
* એક રૂપક તરીકે, ‘અંધકાર” શબ્દના અર્થો, “અશુદ્ધતા” અથવા “દુષ્ટ” અથવા “આત્મિક અંધાપો” થાય છે.
* તે બાબત કંઈપણ જે પાપ અને નૈતિક ભ્રષ્ટાચાર લગતું હોય તેને દર્શાવે છે.
* ” “અંધકારનું અધિપત્ય” અભિવ્યક્તિ જે બધુ દુષ્ટ છે, અને જે શેતાનના શાસન દ્વારા ચાલે છે, તેને દર્શાવે છે.
* “અંધકાર” શબ્દ, મરણ માટેના પણ રૂપક તરીકે વાપરી શકાય છે. (જુઓ : [રૂપક](rc://gu/ta/man/translate/figs-metaphor)
* લોકો કે જેઓ દેવને જાણતા નથી તેઓ “અંધકારમાં જીવી રહ્યા છે” અને જેઓ તેને સમજતા અથવા ન્યાયી વ્યવહાર કરતા નથી.
* દેવ પ્રકાશ છે (ન્યાયીપણું), અને અંધકાર (દુષ્ટ) તે પ્રકાશ પર જીત પામી શકતું નથી.
* જેઓ દેવનો નકાર કરે છે તેઓ માટે ક્યારેક આ સજાના સ્થળને “બહારના અંધકાર” તરીકે દર્શાવવામાં આવ્યું છે.
# ભાષાંતરના સૂચનો:
લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો.
આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે.
રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.
સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”
(આ પણ જુઓ: [ભ્રષ્ટ](../other/corrupt.md), [અધિપત્ય ](../kt/dominion.md), [રાજ્ય](../other/kingdom.md), [પ્રકાશ](../other/light.md), [છોડાવવું](../kt/redeem.md), [ન્યાયી](../kt/righteous.md))
## બાઈબલની કલમો:
* [1 યોહાન 1:5-7](rc://gu/tn/help/1jn/01/05)
* [1 યોહાન 2:7-8](rc://gu/tn/help/1jn/02/07)
* [1થેસ્સલોનિકી 5:4-7](rc://gu/tn/help/1th/05/04)
* [2 શમુએલ 22:10-12](rc://gu/tn/help/2sa/22/10)
* [કલોસ્સી 1:13-14](rc://gu/tn/help/col/01/13)
* [યશાયા 5:29-30](rc://gu/tn/help/isa/05/29)
* [યર્મિયા 13:15-17](rc://gu/tn/help/jer/13/15)
* [યહોશુઆ 24:7](rc://gu/tn/help/jos/24/07)
* [માથ્થી 8:11-13](rc://gu/tn/help/mat/08/11)
## શબ્દ માહિતી:
* Strong's: H652, H653, H2816, H2821, H2822, H2825, H3990, H3991, H4285, H5890, H6205, G2217, G4652, G4653, G4655, G4656