gu_tw/bible/other/cupbearer.md

22 lines
2.0 KiB
Markdown

# પાત્રવાહક, પાત્રવાહકો
## વ્યાખ્યા:
જૂનાકરારના સમયોમાં, “પાત્રવાહક” રાજાનો ચાકર હતો કે જેને રાજાને તેનું દ્રાક્ષારસનુ પ્યાલું આપવાનું કાર્ય આપવામાં આવતું હતું, સામાન્ય રીતે પ્રથમ દ્રાક્ષારસને ચાખીને ખાતરી કરવામાં આવતી કે તેને ઝેર આપવામાં આવ્યું નથી.
* આ શબ્દનો વાસ્તવિક અર્થ “પ્યાલું લાવનાર” અથવા “કોઈક કે જે પ્યાલું લાવે છે.”
* પાત્રવાહક રાજા માટે તેની ખૂબજ વિશ્વાસનિયતા અને વફાદારી માટે જાણીતો હતો.
* તેના વિશ્વસનીય દરજ્જાને કારણે, મોટેભાગે શાસક જે નિર્ણયો કરે છે તેમાં પાત્રવાહકનો પ્રભાવ હોય છે.
* જયારે કેટલાક ઈઝરાએલીઓ બાબિલના બંદીવાસમાં હતા તે સમય દરમ્યાન નહેમ્યા ફારસીનો રાજા આર્તાહશાસ્તા માટે પાત્રવાહક હતો.
(આ પણ જુઓ: [આર્તાહશાસ્તા](../names/artaxerxes.md), [બાબિલ](../names/babylon.md), [બંદી](../other/captive.md), [ફારસી](../names/persia.md), [ફારુન](../names/pharaoh.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 10:3-5](rc://gu/tn/help/1ki/10/03)
* [નહેમ્યા 1:10-11](rc://gu/tn/help/neh/01/10)
## શબ્દ માહિતી:
* Strong's: H8248