gu_tw/bible/other/crown.md

43 lines
5.0 KiB
Markdown

# મુગટ (તાજ), મુગટ પહેરાવે છે, મુગટ પહેરાવ્યો
## વ્યાખ્યા:
મુગટ એ શાસકો, જેવા કે રાજાઓ અને રાણીઓના માથા ઉપર પહેરવામાં આવતો શણગારેલો ગોળાકાર માથાનો તાજ છે.
“મુગટ મૂકવો” શબ્દનો અર્થ, કોઈકના માથા પર મુગટ મુકવો, જેનો રૂપકાત્મક અર્થ સન્માન થાય છે.
* સામાન્ય રીતે મુગટો સોનું અને ચાંદીના બનેલા હોય છે અને તેના પર કિંમતી રત્નો જેવા કે નીલમ અને માણેકથી જડેલા હોય છે.
* મુગટ એ રાજાઓની શક્તિ અને સંપત્તિના પ્રતિકરૂપ હોય છે.
* તેનાથી વિરુદ્ધમાં, મુગટ જે કાંટાઓની ડાળીઓમાંથી બનાવેલો હતો કે જે રોમન સિપાઈઓ એ ઈસુના માથા પર મૂક્યો, જે તેની મશ્કરી અને પીડાને દર્શાવે છે.
* પુરાતન સમયોમાં, રમત સ્પર્ધાના વિજેતાઓને જૈતુનની ડાળીઓમાંથી બનાવેલા મુગટથી સન્માનિત કરવામાં આવતા હતા.
પાઉલ પ્રેરિતે તિમોથીના બીજા પત્રમાં આ મુગટનો ઉલ્લેખ કર્યો છે.
* રૂપકાત્મક રીતે, “મુગટ” નો અર્થ કોઈકને સન્માન આપવું, તે માટે વપરાય છે.
આપણે દેવની આજ્ઞા પાળી અને બીજાઓની આગળ તેની પ્રસંશા કરીને તેને માન આપીએ છીએ.
આ તેના માથા પર મુગટ મૂકવા અને સ્વીકારવા સમાન છે કે તે રાજા છે.
* પાઉલ તેના સાથી વિશ્વાસીઓને તેનો “આનંદ અને મુગટ” કહીને બોલાવે છે.
આ અભિવ્યક્તિમાં, “મુગટ” શબ્દનો ઉપયોગ રૂપકાત્મક અર્થમાં થયો છે, કે આ વિશ્વાસીઓ કેવી રીતે દેવની સેવામાં વિશ્વાસુ રહ્યા છે જે દ્વારા પાઉલ સારી પેઠે ધન્ય અને સન્માન પામ્યો છે.
* “મુગટ” જયારે રૂપકાત્મક રીતે વપરાય છે ત્યારે તેનું ભાષાંતર, “ઈનામ” અથવા “સન્માન” અથવા “પુરસ્કાર” તરીકે કરી શકાય છે.
* “મુગટ પહેરવો” તે શબ્દનો રૂપકાત્મક ઉપયોગ અને તેનું ભાષાંતર, “સન્માન” અથવા “સજાવટ” થઇ શકે છે.
* જો કોઈ વ્યક્તિને “મુગટ પહેરાવ્યો” હોય તો તેનું ભાષાંતર, “તેના માથા પર મુગટ મૂકવામાં આવ્યો હતો” એમ કરી શકાય છે.
* “તેને મહિમા અને માનનો મુગટ પહેરાવ્યો હતો,” આ અભિવ્યક્તિનું ભાષાંતર,” “તેને માન અને મહિમા અર્પણ કરવામાં આવ્યા હતા” અથવા “તેને માન અને મહિમા અપાયા હતા” અથવા “તેના ઉપર માન અને મહિમા મૂકવામાં આવ્યા હતા,” એમ કરી શકાય છે.
(આ પણ જુઓ: [મહિમા ](../kt/glory.md), [રાજા](../other/king.md), [જૈતુન](../other/olive.md))
## બાઈબલની કલમો:
* [યોહાન 19:1-3](rc://gu/tn/help/jhn/19/01)
* [યર્મિયાનો વિલાપ 5:15-16](rc://gu/tn/help/lam/05/15)
* [માથ્થી 27:27-29](rc://gu/tn/help/mat/27/27)
* [ફિલિપ્પી 4:1-3](rc://gu/tn/help/php/04/01)
* [ગીતશાસ્ત્ર 21:3-4](rc://gu/tn/help/psa/021/003)
* [પ્રકટીકરણ 3:9-11](rc://gu/tn/help/rev/03/09)
## શબ્દ માહિતી:
* Strong's: H2213, H3803, H3804, H4502, H5145, H5849, H5850, H6936, G1238, G4735, G4737