gu_tw/bible/other/courtyard.md

37 lines
4.6 KiB
Markdown

# અદાલત, અદાલતો, મંદિરનું આંગણુ, મંદિરના આંગણાઓ
## વ્યાખ્યા:
“મંદિરના આંગણાઓ” અને “આંગણુ” શબ્દો, બંધ વિસ્તાર કે જે આકાશ નીચે ખુલ્લો હોય અને તે દિવાલોથી ઘેરાયેલો હોય, તેને દર્શાવે છે.
“અદાલત” શબ્દ એવી જગ્યાને પણ દર્શાવે છે કે જ્યાં ન્યાયાધીશો કાનૂની અને ગુનાહિત બાબતો નક્કી કરે છે.
* મુલાકાતમંડપ એ એક મંદિરના આંગણાથી ઘેરાયેલું હતું જે જાડા કપડાથી બનાવેલા, પડદાઓની દિવાલો દ્વારા બંધ કરાયેલું હતું.
* મંદિરની ઈમારતને ત્રણ આંતરિક આંગણાઓ હતા: એક યાજકો માટે, એક યહૂદી પુરુષો માટે, અને એક યહૂદી સ્ત્રીઓ માટે.
* આ આંતરિક આંગણાઓ નીચા પત્થરની દીવાલથી ઘેરાયેલા હતા કે જે તેઓને બહારના મંદિરના આંગણાઓથી અલગ કરે છે કે જ્યાં વિદેશીઓને આરાધના કરવા માટેની પરવાનગી હતી.
* ઘરનું આંગણું એ ઘરના વચ્ચેનો ખુલ્લો વિસ્તાર હતો.
* “રાજાનું આગણું” શબ્દસમૂહ તેનો મહેલ અથવા તેના મહેલમાંની જગ્યા કે જ્યાં તે ચુકાદાઓ આપે છે, તેને દર્શાવી શકે છે.
* “યહોવાના આંગણા” અભિવ્યક્તિ રૂપકાત્મક રીતે “યહોવાનું નિવાસસ્થાન” અથવા સ્થળ કે જ્યાં લોકો યહોવાની આરાધના કરવા જાય છે તેને દર્શાવે છે.
## ભાષાંતરના સૂચનો:
* “મંદિરનું આંગણુ” શબ્દનું ભાષાંતર, “બંધ જગ્યા” અથવા “કોટ કરેલી જગ્યા” અથવા “મંદિરની જગ્યા” અથવા “મંદિરની ચોતરફની દિવાલ,” એમ કરી શકાય.
* ક્યારેક “મંદિર” શબ્દનું ભાષાંતર માટે, “મંદિરના આંગણાઓ” અથવા “મંદિરનો ભાગ” એવા શબ્દો હોવા જરૂરી છે, જેથી તે સ્પષ્ટ કરી શકાય કે તે મંદિરના આંગણાને દર્શાવે છે, અને તે મંદિરની ઇમારતને દર્શાવતું નથી.
* “યહોવાના આંગણા” અભિવ્યક્તિનું ભાષાંતર, “સ્થળ કે જ્યાં યહોવા રહે છે” અથવા “સ્થળ કે જ્યાં યહોવાની આરાધના થાય છે.”
* રાજાના આંગણા માટે વાપરેલો શબ્દ, યહોવાના આંગણા માટે પણ વાપરી શકાય છે.
(આ પણ જુઓ: [વિદેશી](../kt/gentile.md), [ન્યાયાધીશ](../other/judgeposition.md), [રાજા](../other/king.md), [મુલાકાતમંડપ](../kt/tabernacle.md), [મંદિર](../kt/temple.md))
## બાઈબલની કલમો:
* [2 રાજા 20:4-5](rc://gu/tn/help/2ki/20/04)
* [નિર્ગમન 27:9-10](rc://gu/tn/help/exo/27/09)
* [યર્મિયા 19:14-15](rc://gu/tn/help/jer/19/14)
* [લૂક 22:54-55](rc://gu/tn/help/luk/22/54)
* [માથ્થી 26:69-70](rc://gu/tn/help/mat/26/69)
* [ગણના 3:24-26](rc://gu/tn/help/num/03/24)
* [ગીતશાસ્ત્ર 65:4](rc://gu/tn/help/psa/065/004)
## શબ્દ માહિતી:
* Strong's: H1004, H1508, H2691, H5835, H6503, H7339, H8651, G833, G933, G2681, G4259