gu_tw/bible/other/conceive.md

2.9 KiB

ગર્ભ ધારણ કરવો, ગર્ભ ધારણ કરે છે, પેટે રહેવું, ગર્ભ (ગર્ભધારણ)

વ્યાખ્યા:

“ગર્ભ ધારણ કરવો” અથવા “ગર્ભધારણ” શબ્દો સામાન્ય રીતે બાળક સાથે ગર્ભવતી બનવું, તેમ દર્શાવે છે. તે પ્રાણીઓ કે જેઓ ગર્ભવતી થાય છે તેઓ માટે પણ વાપરી શકાય છે.

  • “બાળક સાથે ગર્ભ ધારણ કરવો” વાક્યનું ભાષાંતર, “ગર્ભવતી થવું” અથવા તેના માટે બીજો કોઈક શબ્દ આ બાબતને દર્શાવે છે તે સ્વીકાર્ય છે.
  • “ગર્ભધારણ ”સંબંધિત શબ્દનું ભાષાંતર, “ગર્ભાવસ્થાની શરૂઆત” અથવા “ગર્ભવતી થવાની ક્ષણ” તરીકે કરી શકાય.
  • આ શબ્દોનો ઉપયોગ કઈંક ઉત્પન્ન કરવામાં અથવા કઈંક વિચારવામાં, જેમકે એક વિચાર, યોજના, અથવા કાર્યને પણ દર્શાવી શકે છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દના ભાષાંતરમાં, “તેને વિશે વિચારવું” અથવા “યોજના ઘડવી” અથવા “સર્જન કે ઉત્પન્ન કરવું,” તેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.

  • ક્યારેક આ શબ્દનો ઉપયોગ રૂપકાત્મક રીતે કરી શકાય છે, જેમકે “જયારે પાપ ગર્ભ ધરે છે” કે જેનો અર્થ “જયારે પાપનો પહેલો વિચાર આવે છે” અથવા “જયારે પાપની સાચી શરૂઆત થાય છે” અથવા “જયારે પ્રથમ પાપ શરૂ થાય છે.”

(આ પણ જુઓ: સર્જન કે ઉત્પન્ન કરવું, કૂંખ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2029, H2030, H2032, H2232, H2254, H2803, H3179, G1080, G1722, G2602, G2845, G4815