gu_tw/bible/other/citizen.md

29 lines
2.3 KiB
Markdown

# નાગરિક, નાગરિકો, નાગરિકતા
## વ્યાખ્યા:
નાગરિક એ વ્યક્તિ છે કે જે કોઈક ચોક્કસ શહેર, દેશ, અથવા રાજ્યમાં રહે છે.
તે એવો વ્યક્તિ છે કે જે વિશેષ કરીને સરકારી રાહે તે સ્થળનો કાનૂની રહીશ તરીકે ઓળખાય છે.
* સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર “રહેવાસી” અથવા “સરકારી રહેવાસી” તરીકે પણ કરી શકાય.
* નાગરિક જેમાં તે રહે છે તેના મોટા ભાગના રાજ્યનો અથવા સામ્રાજ્યનો હિસ્સો રાજા, સમ્રાટ અથવા અન્ય શાસક દ્વારા સંચાલિત થતો હોય.
ઉદાહરણ તરીકે, પાઉલ રોમન સામ્રાજ્યનો વતની હતો, જેમાં ઘણા અલગ અલગ પ્રાંતોનો સમાવેશ થાય છે, પાઉલ તે પ્રાંતોમાંના એકમાં રહેતો હતો.
* રૂપકાત્મક અર્થમાં, ઈસુમાં માનનારાઓને સ્વર્ગના “નાગરિકો” એ અર્થમાં કહેવામાં આવ્યા છે કે એક દિવસ તેઓ ત્યાં રહેશે.
દેશના નાગરિકની જેમ, ખ્રિસ્તીઓ દેવના રાજ્યના છે.
( જુઓ: [રાજ્ય](../other/kingdom.md), [પાઉલ](../names/paul.md), [પ્રાંત](../other/province.md), [રોમ](../names/rome.md))
## બાઈબલની કલમો:
* [પ્રેરિતો 21:39-40](rc://gu/tn/help/act/21/39)
* [યશાયા 3:1-3](rc://gu/tn/help/isa/03/01)
* [લૂક 15:15-16](rc://gu/tn/help/luk/15/15)
* [લૂક 19:13-15](rc://gu/tn/help/luk/19/13)
## શબ્દ માહિતી:
* Strong's: H6440, G4175, G4177, G4847