gu_tw/bible/other/cherubim.md

3.9 KiB

કરૂબ, કરૂબો

વ્યાખ્યા:

“કરૂબ” અને તેનું બહુવચનનું રૂપ “કરૂબો” શબ્દ કે જે દેવે બનાવેલા વિશેષ પ્રકારના દિવ્ય અસ્તિત્વ ધરાવનાર (દૂત જેવા) દર્શાવે છે.

બાઈબલ વર્ણવે છે કે કરૂબોને પાંખો અને અગ્નિ હોય છે.

  • કરૂબો દેવનો મહિમા અને સામર્થ્ય પ્રદર્શિત કરે છે અને પવિત્ર વસ્તુઓનું રક્ષણ કરે છે.
  • આદમ અને હવા એ પાપ કર્યા પછી, દેવે કરૂબો સાથે અગ્નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વગમ મૂકી જેથી કરીને લોકો જીવનના વૃક્ષને મેળવી શકે નહીં.
  • દેવે ઈઝરાએલીઓને, કરારકોશના દયાસન પર સામસામે બે કરૂબો, તેઓની પાંખો એકબીજાને ફેલાવીને કોતરવાનો આદેશ આપ્યો.
  • તેણે તેઓને મુલાકાત મંડપના પડદાઓમાં પણ કરૂબોના ચિત્રો વણવા કહ્યું.
  • કેટલાક શાસ્ત્રભાગમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે તે રીતે આ પ્રાણીઓને ચાર મુખો હોય છે: મનુષ્ય, સિંહ, બળદ, અને ગરૂડ.
  • ક્યારેક કરૂબોની દૂતો તરીકે કલ્પના કરવામાં આવી છે, પણ બાઈબલ સ્પષ્ટ રીતે તે કહેતું નથી.

ભાષાંતર માટેના સૂચનો:

  • “કરૂબો” શબ્દનું ભાષાંતર, “પાંખોવાળા પ્રાણીઓ” અથવા પાંખોવાળા રક્ષકો” અથવા “પાંખોવાળા આત્મિક રક્ષકો” અથવા “પવિત્ર,પાંખો વાળા રક્ષકો” તરીકે કરી શકાય.
  • કરૂબોનું એકવચન તરીકે ભાષાંતર “કરૂબ” થવું જોઈએ, ઉદાહરણ તરીકે , “પાંખોવાળું પ્રાણી” અથવા “પાંખ વાળું આત્મિક રક્ષક.”
  • “દૂત” શબ્દના ભાષાંતરથી આ શબ્દનું ભાષાંતર અલગ થાય તેનું ધ્યાન રાખો.

બાઈબલ ભાષાંતરમાં, આ શબ્દનું ભાષાંતર જયારે સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં કરવામાં કે લખવામાં આવે ત્યારે તેનું ધ્યાન લેશો.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: દૂત)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3742, G5502